તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:મુખ્ય 5 રથયાત્રામાંથી જગન્નાથ સિવાયની 4 યાત્રા મંદિરના પ્રાગણમાંજ કાઢવામાં આવશે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇસ્કોન, ભાડજ અને કઠવાડા મંદિરમાં રથયાત્રા મંદિરમાં જ પ્રદક્ષિણા કરાશે

5 મુખ્ય રથયાત્રામાંથી 4 યાત્રા મંદિરના પ્રાંગણમાં જ નીકળશે. જગન્નાથ મંદિર, ઇસ્કોન મંદિર, ભાડજ હરે ક્રિષ્ના મંદિર, કઠવાડા ઇસ્કોન મંદિરની રથયાત્રા પ્રાંગણમાં જ નીકળશે. દરેક મંદિર દ્વારા સરકારની પરમિશન માગવામાં આવી હતી પરંતુ, ઇસ્કોન , ભાડજ , કઠવાડા ખાતે રથયાત્રા મંદિર આગળ પ્રદક્ષિણાથી યોજાશે. ઇસ્કોન મંદિરના સંત હરેશ ગોવિંદદાસના જણાવ્યા અનુસાર ઇસ્કોન મંદિર દ્વારા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પરમિશન માગવામાં આવી હતી, પરંતુ ગુરુવારે સાંજે પરમિશન મળી ન હતી.

ત્રિપદા સ્કૂલ 54 વર્ષથી સરકારની મજૂરીની રાહ જોઈ રહી છે
રથયાત્રાના આયોજક અર્ચિત ભટ્ટના જણાવ્યા અનુસાર ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલ દ્વારા અંતિમ 54 વર્ષથી રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે સ્કૂલ દ્વારા સરકારને અપીલ કરાઈ છે, કે માત્ર 50 વ્યક્તિઓની હાજરીમાં રથયાત્રા કાઢીશું. તેમજ આ વર્ષની યાત્રામાં કોઈ બાળકો કે વિદ્યાર્થીઓ જોડાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...