ચિંતાનો વિષય:ગુજરાતની જેલોમાં બંધ કેદીઓમાંથી 575 કેદીઓ ગ્રેજ્યુએટ અને 175 પોસ્ટ-ગ્રેજ્યુએટ, 45 ટકા કેદીઓની ઉંમર તો 18થી 30 વર્ષની!

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજ્યમાં ભણેલા-ગણેલા યુવાનો ગુનાખોરીમાં સપડાઇ રહ્યા હોવાનો NCRBના અહેવાલમાં ખુલાસો
  • રાજ્યમાં કુલ કેદીમાંથી 6588 18થી 30 વર્ષના, જ્યારે 30થી 50 વર્ષના 6005 છે, 13762 કેદીની ક્ષમતા સામે 15217 કેદી સજા કાપી રહ્યા છે

દેશના વિવિધ રાજયોના કુલ 4.80 લાખથી વધારે કેદીઓ પૈકી ગુજરાતની જેલમાં 15217 કેદીઓ બંધ છે. જેમાંથી 575 કેદીઓ ગ્રેજ્યુએટ, 175 પોસ્ટ-ગ્રેજ્યુએટ, 165 ટેકનિકલ ડિગ્રી-ડિપ્લોમા ધરાવે છે. જ્યારે રાજ્યમાં કુલ કેદીમાંથી 6588 કેદી 18થી 30 વર્ષના જ છે. જ્યારે 30થી 50 વર્ષના કેદીઓની સંખ્યા 6005 છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ પ્રમાણે, દેશમાં કુલ 1306 જેલમાંથી ગુજરાતમાં 30 જેલ છે.

સાબરમતી જેલ - ફાઇલ તસવીર
સાબરમતી જેલ - ફાઇલ તસવીર

દેશમાં જેલમાં કુલ 4.14 લાખ કેદીઓની ક્ષમતા છે જેની સામે 4.88 લાખ કેદીઓ છે. ગુજરાતની જેલોની ક્ષમતા 13762 કેદીઓની છે, જેની સામે હાલમાં 15217 કેદીઓ છે. આ કેદીઓમાં સજા જાહેર થઇ ગઇ હોય એવા અને અંડરટ્રાયલ કેદીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના 3853 કેદીઓમાં 819 કેદીઓ અભણ, ધોરણ 10થી ઓછુ ભણેલા 2283 ધોરણ 10 થી વધુ અને ગ્રેજયુએશનથી ઓછુ ભણેલા 580, ગ્રેજયુએટ થયેલા 94 અને ટેકનીકલ ડીગ્રી ધરાવતા 9 તથા પોસ્ટ ગ્રેજયુએટ થયેલા 68 કેદીઓનો સમાવેશ થાય છે.

રાજ્યના અંડર ટ્રાયલ કેદીઓમાં 2162 અભણ છે, ધોરણ 10 સુધી ભણેલા 5307 કેદી, ધોરણ 10 અને ગ્રેજયુએશનથી ઓછુ ભણેલા 1986, ગ્રેજયુએટ થયેલા 478, ટેકનીકલ ડીગ્રી અને ડિપ્લોમાં ધરાવતા 156, અને પોસ્ટ ગ્રેજયુએટ થયેલા 106 કેદીઓ મળી કુલ 10195 અંડરટ્રાયલ કેદીઓ છે.

165 કેદી ટેકનિકલ ડિગ્રી-ડિપ્લોમા ધરાવે છે

શૈક્ષણિક લાયકાતકેદી સંખ્યાઅંડરટ્રાયલ સંખ્યાકુલ
અભણ81921622981
10થી નીચે228353077590
10 પાસ58019862566
ગ્રેજ્યુએટ94478572
પોસ્ટ-ગ્રેજ્યુએટ68106174
ટેકનિકલ ડિગ્રી-ડિપ્લોમા9156165
કુલ38531019514048

અંડર ટ્રાયલ કેદીઓમાં 18-30 વર્ષના 53 ટકા
31 ડિસેમ્બર, 2020 ની સ્થિતિએ ગુજરાતની વિવિધ જેલમાં સજા કાપી રહેલા 3853 કેદીઓમાં 18 થી 30 વર્ષની વય ધરાવતા 1092 જે કુલ કેદીઓના 28 ટકા જ્યારે 30 થી 50 વર્ષની વય ધરાવતા 2014 જે કુલ કેદીઓના 52 ટકા થાય છે. 50 વર્ષથી વધુ વય ધરાવતા 747 કેદીઓનો સમાવેશ થાય છે. જ્યારે અંડર ટ્રાયલ કેદીઓમાં 18-30 વર્ષના 5466 કેદીઓ જે કુલ અંડરટ્રાયલ કેદીઓના 53 ટકા છે. 30-50માં 3991 કેદીઓ, 50 વર્ષથી ઉપરમાં 788 કેદીઓ છે.

33 બાળક પોતાની કેદી માતાઓ સાથે જેલમાં!
રાજ્યમાં 4 સેન્ટ્રલ જેલ, 11 જિલ્લા જેલ, 8 સબ જેલ, 3 ઓપન જેલ, 2 ખાસ જેલ છે. 2 વિશેષ મહિલા જેલ છે, જેમાં 46 ટકા કેદી છે. રાજ્યમાં કુલ 15217 કેદીમાંથી 567 મહિલા કેદી છે. 27 મહિલા કેદી પોતાના બાળકો સાથે જેલમાં છે. મહિલા કેદીઓ સાથે કુલ 33 બાળકો રહે છે. 24 મહિલા કેદી અંડરટ્રાયલ મહિલા કેદીઓ છે જ્યારે 3 મહિલા કેદીઓને સજા જાહેર થયેલી છે. દેશમાં બાળકો સાથે મહિલા કેદીઓની સંખ્યા 1427 છે.

અન્ય સમાચારો પણ છે...