તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં અત્યાર સુધી નકલી પોલીસ બની રોફ મારીને તોડ કરતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હવે નકલી પોલીસ ઘરમાં ઘૂસીને મકાન ખાલી કરવા લાગ્યા હોવાનું સામે આવી રહ્યું છે. સોલા વિસ્તારમાં એવો એક નકલી પોલીસ ઘરમાં ઘૂસીને વીડિયો ગ્રાફી કરવા લાગ્યો અને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે હાલ સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નકલી પોલીસનું મકાન ખાલી કરવા દબાણ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગોતા વિસ્તારમાં રહેતા હિતેશ પટેલ અને તેના પરિવાર સામે તેમની પત્નીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે. જે મુજબ, તેઓ હાલ જે મકાનમાં રહે છે તે ગેરકાયદેસર રીતે રહે છે, તેવી કોર્ટમાં ફરિયાદ કરી હતી. જોકે, કોર્ટે આ ઈન્કવાયરી રદ કરી હતી. 15મી ફેબ્રુઆરીના દિવસે ફરિયાદી તેમના ઘરે હતા, ત્યારે એક ભાઈ તેમના રહેણાંક મકાનની વીડિયોગ્રાફી કરી રહ્યો હતો.
નિકોલ પોલીસ સ્ટેશનમાં નોકરીનો રોફ માર્યો
જોકે, ફરિયાદીએ આ બાબતે તેને પૂછતા પોતે પોલીસ હોવાની ઓળખ આપી, નિકોલ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. સાથે જ એમ પણ કહ્યું હતું કે 'તમારી પત્નીએ ફરિયાદ આપેલી છે, તમને આ મકાનમાં રહેવાનો અધિકાર કોણે આપ્યો તેની ઇન્કવાયરી કરવાની છે.' જોકે, આ ઈસમ સિવિલ ડ્રેસમાં હોવાથી ફરિયાદીએ તેની પાસે આઇ-કાર્ડ માંગ્યું હતું. પરંતુ તેણે આઇ-કાર્ડ કે અરજીના કોઈ કાગળો બતાવ્યા ન હતા.
ફરિયાદીની પત્ની સાથે નકલી પોલીસ ભાગ્યો
આથી ફરિયાદીએ કોર્ટનો હુકમ પણ બતાવ્યો હતો. છતાં તે મોટે મોટેથી ગંદી ગાળો બોલી ધમકી આપવા લાગ્યો હતો કે 'મકાનમાંથી નીકળી જજો, ખોટા કેસમાં ફસાવી દઈશ, જાનથી મારી નાંખીશ, લાશ પણ નહીં મળે.' જેથી ફરિયાદીએ પોલીસને બોલાવવા માટે ફોન કાઢતા જ આરોપી નીચે ભાગ્યો હતો. જોકે સિક્યુરિટી ગાર્ડને જાણ કરતા તેને અટકાવ્યો હતો. જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે રજીસ્ટરમાં ઉમેશ પટેલ અને મકાન દેખવા માટેની અરજી કરી હતી. બાદમાં તે ફરિયાદીની પત્ની કે જે થોડે દૂર એક્ટિવા લઇને ઊભી હતી તેની પાછળ બેસીને જતો રહ્યો હતો.
પોલીસ સુધી પહોંચ્યો મામલો
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ શખ્સ ઉમેશ કથીરીયા છે. જે એક્સિસ બેંકમાં નોકરી કરે છે. જોકે, ચોથી માર્ચે ફરી ફ્લેટ પાસે આવી ફરિયાદીની માતા સાથે માથાકૂટ કરતા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. હાલમાં પોલીસ એ આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.