નવા ચહેરાઓનો ગુનાહિત ઇતિહાસ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા 182 ઉમેદવારોમાંથી 40 ઉમેદવારો સામે ક્રિમીનલ કેસ, 29 સામે ગંભીર ગુના

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાના 182 ઉમેદવારોમાંથી 40 (22 ટકા) ઉમેદવારોએ તેમની સામે ગુના હોય તેવું તેમના સોગંદનામાં જણાવવામાં આવ્યું છે. તેની સામે 2017માં 47 (26 ટકા) સામે ગુના હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ જીતેલા 182 ઉમેદવારોમાંથી 29 (16 ટકા) દ્વારા સામે ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે. 2017માં 33 (18 ટકા) ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોવાનું તેમના સોગંદનામાં જણાવ્યું હતું.

ત્રણ ઉમેદવારો સામે હત્યાના પ્રયાસનો ગુનો
ગુજરાત ઈલેક્શન અને ADR દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરેલા તમામ ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેનો અહેવાલ આજે પત્રકાર પરિષદમાં જાહેર કરતા ADRના સ્થાપક પ્રો. જગદીપ છોકર અને નેશનલ ઈલેક્શન વોચ પ્રમુખ નિવુત્ત મેજર જનરલ અનિલ વર્માએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરનારા ત્રણ ઉમેદવારો કોંગ્રેસના વાસદાના ઉમેદવાર અનંત પટેલ, પાટણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ તથા ઉનાના ભાજપના ઉમેદવાર કાળુભાઈ રાઠોડ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે.

પાટણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ સામે હત્યાના પ્રયાસનો ગુનો
પાટણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ સામે હત્યાના પ્રયાસનો ગુનો

100 ટકા ઉમેદવાર સામે ગુનો નોંધાયેલો
જ્યારે ચાર ઉમેદવારો શેહરાના ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડ, વડગામના કોંગી ઉમેદવાર જીગ્નેશ મેવાણી તેમજ ડેડીયાપાડાના આપના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા અને ભાજપના ઉમેદવાર જનકભાઇ તલાવિયા સામે મહિલાઓ સામેના ગુનાઓ દાખલ છે. આ ઉમેદવારો પૈકી ભાજપના 156 ઉમેદવારો પૈકી 20 (13 ટકા), કોંગ્રેસના 17 ઉમેદવારોમાંથી 4 (24 ટકા) અને આપના 5 ઉમેદવારો પૈકી 2 (40 ટકા) અને અપક્ષના 3 ઉમેદવારો પૈકી 2 (68 ટકા) અને સમાજવાદી પાર્ટીના જીતેલા એક માત્ર ઉમેદવાર સામે પણ ગુનો નોંધાયેલો છે. મતલબ કે 100 ટકા ઉમેદવાર સામે ગુનો નોંધાયેલો છે.

ગંભીર પ્રકારના ગુનાઓ એટલે શું?
ગંભીર પ્રકારના ગુનાઓ એટલે કે 5 વર્ષ કે તેથી વધુ સજા થઇ શકે તેવા ગુનાઓ, બિનજામીન લાયક ગુનાઓ, ચુંટણીને લગતા ગુનાઓ, લાંચ રુશ્વત, સરકારી તિજોરીને નુકસાન થાય તેવા ગુનાઓ, લોક પ્રતિનિધિત્વ ધારા અંતર્ગતના ગુનાઓ તેમ જ મહિલાઓ સામેના ગુનાઓનો સમાવેશ થાય છે.

ઉનાના ભાજપના ઉમેદવાર કાળુભાઈ રાઠોડ સામે હત્યાના પ્રયાસનો ગુનો
ઉનાના ભાજપના ઉમેદવાર કાળુભાઈ રાઠોડ સામે હત્યાના પ્રયાસનો ગુનો

182માંથી 151 ઉમેદવારો કરોડપતિ
ગુજરાત ઇલેકશન વોચના કો-ઓર્ડીનેટર પંક્તિ જોગે જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલાં 182 ઉમેદવારોમાંથી 151 (83 ટકા) ઉમેદવારો કરોડપતિ છે. 2017માં 141 (77 ટકા) ઉમેદવારો કરોડપતિ હતા. મતલબ કે 2017ની સરખામણીમાં કરોડપતિ ઉમેદવારોની સંખ્યામાં 6 ટકા વધુ છે. પક્ષવાર સ્થિતિ તપાસીએ તો ભાજપના 156 પૈકી 132 (85 ટકા), કોંગ્રેસના 17માંથી 14 (82 ટકા) તથા આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારમાંથી માત્ર એક (20 ટકા) ઉમેદવાર અને અપક્ષના ત્રણેય ઉમેદવારો તથા સમાજવાદી પાર્ટીના જીતેલા એક ઉમેદવાર કરોડપતિ છે.

આમ અપક્ષ અને સમાજવાદી પાર્ટીમાં 100 ટકા ઉમેદવાર કરોડપતિ છે. તેમાંય 5 કરોડ કે તેથી વધુ મિલક્ત ધરાવતાં 73, બે કરોડથી 5 કરોડની મિલ્કત ધરાવતાં 52, અને 50 લાખથી બે કરોડ સુધીની મિલકત ધરાવતાં 46 અને 50 લાખ કે તેથી ઓછી મિલકત ધરાવતાં 11 જીતેલા ઉમેદવારો છે. એટલે કે 2022માં જીતેલા 182 ઉમેદવારોની સરેરાશ મિલકત 16.41 કરોડ છે. જયારે 2017માં સરેરાશ મિલકત 8.46 કરોડની હતી. આમ 2017ની સરખામણીએ પણ 2022માં સરેરાશ મિલકત 8 કરોડ જેટલી વધુ ધરાવે છે.

ફેક્ટ ફાઇલ

નવા ચૂંટાયેલા ધારાસભ્યો182
પુરુષ ધારાસભ્યો167
મહિલા ધારાસભ્યો15
ગુનાહીત ઇતિહાસ ધરાવતાં40
ગંભીર પ્રકારના ગુના દાખલ હોય તેવા29
મહિલા સામેના ગુના ધરાવતા4
હત્યાના પ્રયાસનો ગુનો ધરાવતાં3
કરોડપતિ ઉમેદવારો151
100 કરોડથી વધુ મિલ્કત ધરાવતાં5
20 લાખથી ઓછી મિલ્કત ધરાવતા2
ફરીવાર ચૂંટાયેલા ઉમેદવારો74
30 વર્ષથી ઓછી ઉંમરના2
75 વર્ષથી વધુ ઉંમરના2
સાક્ષર7
ધો.12 સુધીની શિક્ષણ મેળવનારા86
પદવી ધરાવતાં83
ડોકટર6

કેટલાં ઉમેદવારો કેટલું ભણેલા

શિક્ષણ

જીતેલા ઉમેદવારોની સંખ્યા

ધો.5 સુધી4
ધો.8 સુધી16
ધો.10 સુધી36
ધો.12 સુધી34
ગ્રેજ્યુએટ24
પોસ્ટ ગ્રેજ્યુએટ19
ડોકટર6
ડિપ્લોમા6
કુલ182

​​​​​​​કઇ ઉંમરના કેટલાં ઉમેદવારો

ઉંમર

ઉમેદવારોની સંખ્યા

25-302
31-4013
41-5047
51-6071
61-7042
71-807
કુલ182

​​​​​​​ટોપ 10 જીતેલા ઉમેદવાર પાસે સૌથી વધુ મિલ્કત

જીતેલા ઉમેદવારબેઠકપક્ષકુલ મિલ્કત
જયંતી પટેલમાણસાભાજપ661 કરોડ
બળવંતસિંહ રાજપૂતસિદ્ધપુરભાજપ372 કરોડ
રમેશ તિલાળારાજકોટ દક્ષિણભાજપ175 કરોડ
પબુભા માણેકદ્વારકાભાજપ115 કરોડ
ધર્મેન્દ્રસિંહ વાઘેલાવાઘોડિયાકોંગ્રેસ111 કરોડ
રિવાબા જાડેજાજામનગર ઉત્તરભાજપ97 કરોડ
માવજી દેસાઈધાનેરાકોંગ્રેસ63 કરોડ
બાબુ પટેલદસક્રોઈભાજપ61 કરોડ
જનક તાલવિયાલાઠીભાજપ58 કરોડ
કાંતી બલરસુરત ઉત્તરભાજપ54 કરોડ

​​​​​​​ફોજદારી કેસ સાથે જીતેલા ઉમેદવારોની યાદી

જીતેલા ઉમેદવારબેઠકપક્ષકુલ કેસ

ગંભીર આઈપીસી ગણતરી

ચૈતર વસાવાડેડિયાપાડા (ST)આપ84
ભૂપેન્દ્ર ભાયાણીવિસાવદરઆપ11
હાર્દિક પટેલવિરમગામભાજપ2216
જેઠા ભરવાડશેહરાભાજપ18
અલ્પેશ ઠાકોરગાંધીનગર દક્ષિણભાજપ64
પરસોત્તમ સોલંકીભાવનગર ગ્રામ્યભાજપ34
મહેશ ભૂરિયાઝાલોદ (ST)ભાજપ33
રમેશ મિસ્ત્રીભરૂચભાજપ23
બાબુ પટેલદસક્રોઇભાજપ13
ગોવિંદ પરમારઉમરેઠભાજપ32
ઉદય કાંગડરાજકોટ પૂર્વભાજપ12
ચૈતન્યસિંહ ઝાલાપાદરાભાજપ12
જનક તાલવિયાલાઠીભાજપ12
પ્રવિણ ઘોઘારીકારંજભાજપ12
માનસિંહ ચૌહાણબાલાસિનોરભાજપ11
અમિત શાહએલિસબ્રિજભાજપ11
શૈલેષ મહેતાડભોઈભાજપ11
અમતિ ઠાકરવેજલપુરભાજપ11
જિતુ ચૌધરીકપરાડા (ST)ભાજપ11
હિરા સોલંકીરાજુલાભાજપ11
જિતેન્દ્ર સોમાણીવાંકાનેરભાજપ11
કાળુ રાઠોડઉનાભાજપ11
જિતુ વાઘાણીભાવનગર પશ્ચિમભાજપ40
રાઘવજી પટેલજામનગર ગ્રામ્યભાજપ10
યોગેન્દ્રસિંહ પરમારઠાસરાભાજપ10
કનુ પટેલસાણંદભાજપ10
હર્ષ સંઘવીમજૂરાભાજપ10
ઋષિકેશ પટેલવિસનગરભાજપ10
જિગ્નેશ મેવાણીવડગામ (SC)કોંગ્રેસ109
અનંત પટેલવાંસદાકોંગ્રેસ58
કિરિટ પટેલપાટણકોંગ્રેસ97
ગેનીબેન ઠાકોરવાવકોંગ્રેસ11
શૈલેષ પરમારદાણીલીમડાકોંગ્રેસ20
ઇમરાન ખેડાવાલાજમાલપુર/ખાડિયાકોંગ્રેસ20
સી.જે ચાવડાવિજાપુરકોંગ્રેસ10
અર્જૂન મોઢવાડિયાપોરબંદરકોંગ્રેસ10
વિમલ ચુડાસમાસોમનાથકોંગ્રેસ10
ધવલસિંહ ઝાલાબાયડકોંગ્રેસ13
માવજી દેસાઈધાનેરાકોંગ્રેસ22
કાંધલ જાડેજાકુતિયાણાસપ્પા21

​​​​​​​પાંચ યુવા જીતેલા ઉમેદવાર

જીતેલા ઉમેદવારબેઠકપક્ષઉંમર
પાયલ કુકરાણીનરોડાભાજપ29 વર્ષ
હાર્દિક પટેલવિરમગામભાજપ29 વર્ષ
રિવાબા જાડેજાજામનગર ઉત્તરભાજપ32 વર્ષ
માલતિ મહેશ્વરીગાંધીધામ (SC)ભાજપ34 વર્ષ
ચૈતર વસાવાડેડિયાપાડા (ST)આપ34વર્ષ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...