પ્રથમ રાઉન્ડ પૂરો:RTEમાં એલોટ એડમિશનમાંથી 45 એડમિશન રિજેક્ટ, 6590 અરજીઓ કેન્સલ થઈ

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ધોરણ 1માં ભણતા હોવા છતા RTEમાં ફોર્મ ભર્યું હોય તેવા એડમિશન રિજેક્ટ થયા

RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં એડમિશન ફળવવાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. પ્રથમ રાઉન્ડમાં 11917 એડમિશન એલોટ કરવામાં આવ્યા હતા ત્યારે એલોટ થયેલા એડમિશનમાંથી પણ 45 એડમિશન અલગ અલગ કારણોસર રિજેક્ટ કરવામાં આવ્યા છે.

6590 અરજીઓ કેન્સલ કરવામાં આવી
અમદાવાદ શહેરમાં RTE હેઠળ 11997 બેઠક ફાળવવામાં આવશે. 41189 અરજીઓ પ્રથમ રાઉન્ડ માટે આવી હતી. જેમાંથી 32539 અરજીઓ એપ્રુવ કરવામાં આવી હતી, 3060 અરજીઓ કોઈ કારણસર રિજેક્ટ કરવામાં આવી હતી અને 6590 અરજીઓ કેન્સલ કરવામાં આવી છે. 11917 અરજીને માન્ય રાખીને એડમિશન એલોટ કરવામાં આવ્યા હતા. 2340 એલોટમેન્ટ કરેલ એડમિશન પેન્ડિંગ છે જ્યારે 45 એડમિશન એલોટ થયેલા રિજેક્ટ કરવામાં આવ્યા છે.

RTE હેઠળ બીજો રાઉન્ડ 9 મે બાદ ફરીથી શરૂ થશે
એલોટ થયેલ એડમિશન રિજેક્ટ થવા પાછળ અલગ અલગ કારણ છે, જેમાં ગયા વર્ષે કોઈ સ્કૂલમાં 1માં ધોરણમાં બાળક ભણતું હોવા છતાં આ વર્ષે RTEનો લાભ લઈને ભણાવવા ફોર્મ ભર્યું હતું, પરંતુ નોંધણી નંબર હોવાથી આ પ્રકારના એડમિશન રદ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત રહેણાંક વિસ્તાર અલગ હોય અને ફોર્મ અલગ જગ્યાથી ભર્યું હોય જેના કારણે સ્કૂલ રહેણાંક કરતા દૂર થઈ જાય છે જેના કારણે વાલી સામેથી એડમિશન રદ કરાવે છે એટલે 45 એડમિશન આ પ્રકારે રિજેક્ટ થયા છે. RTE હેઠળ બીજો રાઉન્ડ 9 મે બાદ ફરીથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...