તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:અમદાવાદ જિલ્લામાં 9.29 લાખ વિદ્યાર્થીઓમાંથી અત્યાર સુધીમાં 40 હજાર જેટલા વિદ્યાર્થીઓએ જ વોટ્સએપ આધારિત પરીક્ષા આપી

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • અમદાવાદ શહેર અને એએમસી બ્લોક કરતાં જિલ્લાના અન્ય બ્લોકમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ટકાવારી વધુ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 10ના વિદ્યાર્થીઓ માટે શરુ કરવામાં આવેલી વોટ્સએપ આધારિત પરીક્ષાને ખૂબજ નબળો પ્રતિસાદ મળ્યો છે. 13 ફેબ્રુઆરીથી શરુ થયેલી ચોથા તબક્કાની પરીક્ષામાં અમદાવાદ જિલ્લામાં 4.32 ટકા વિદ્યાર્થીઓએ જ આ પરીક્ષા આપી છે. આ પરીક્ષા હજી 19મી ફેબ્રુઆરી સુધી ચાલશે. અમદાવાદ જિલ્લામાં 9.29 લાખ વિદ્યાર્થીઓમાંથી અત્યાર સુધીમાં 40 હજાર જેટલા વિદ્યાર્થીઓએ જ વોટ્સએપ આધારિત પરીક્ષા આપી છે.
પરીક્ષા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યાં હતાં
રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ પરીક્ષા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યાં હતાં. આ નંબર પર હેલો લખીને વિદ્યાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું હતું. ત્યાર બાદ શનિવારના રોજ આ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ પરીક્ષા પ્રયાગિક ધોરણે લેવામાં આવી હતી. જેમાં સર્વરનો ઈશ્યુ આવતાં રાજ્યને ચાર ઝોનમાં વહેંચી જુદા જુદા વોટ્સએપ નંબર આપવામાં આવ્યા હતાં. ત્યાર બાદ સર્વરનો ઈશ્યુ સોલ્વ થયા બાદ વિદ્યાર્થીઓ એક જ દિવસમાં પરીક્ષા આપી શકે તેમ ના હોવાથી ફરીવાર તેઓ પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

માત્ર 4.32 ટકા જેટલા વિદ્યાર્થીઓએ જ અત્યાર સુધીમાં પરીક્ષા આપી ( પ્રતિકાત્મક તસવીર)
માત્ર 4.32 ટકા જેટલા વિદ્યાર્થીઓએ જ અત્યાર સુધીમાં પરીક્ષા આપી ( પ્રતિકાત્મક તસવીર)

પરીક્ષા આગામી 19 ફેબ્રુઆરી સુધી લેવામાં આવશે
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 95.68 ટકા જેટલા વિદ્યાર્થીઓએ હજી આ પરીક્ષા આપી નથી. જ્યારે માત્ર 4.32 ટકા જેટલા વિદ્યાર્થીઓએ જ અત્યાર સુધીમાં પરીક્ષા આપી છે, આ પરીક્ષા આગામી 19 ફેબ્રુઆરી સુધી લેવામાં આવશે, જેમાં આંકડાઓમાં સામાન્ય વધારો થઈ શકે છે. અમદાવાદ જિલ્લામાં ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ દેત્રોજ - રામપુર બ્લોકમાં 37.72 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો શહેર વિસ્તારમાં સૌથી વધુ 10 હજાર 859 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. આમ અમદાવાદ શહેર અને એએમસી બ્લોક કરતાં જિલ્લાના અન્ય બ્લોકમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ટકાવારી વધુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો