તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારનો દાવો:રાજ્યનાં 92.22 લાખ ગ્રામીણ ઘર પૈકી 77.21 લાખમાં નળથી જળ મળી રહ્યું છે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારનો 83 ટકામાં પાણી પહોંચાડ્યાનો દાવો
  • 2022 સુધીમાં બાકીના 17 ટકા ઘરોમાં પાણી પહોંચાડવાનું લક્ષ્ય

રાજય સરકાર દ્વારા રાજયના તમામ ઘરને વર્ષ 2022 સુધીમાં ‘નળથી જળ’ પહોંચાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ પૈકી 92.22 લાખ પૈકી 77.21 લાખ ગ્રામિણ ઘરમાં નળથી જળ પહોંચાડી દીધું છે, એટલે કે 83 ટકામાં નળથી જળ પહોંચાડી દીધું છે,હવે 17 ટકામાં નળથી જળ 2022 સુધીમાં પહોંચાડવાનો નિર્ધાર રાજય સરકારે વ્યકત કર્યો છે. આ માટે કેન્દ્ર સરકારે વર્ષ 2021-22 માટે ‘જલ જીવન મિશન’ હેઠળ રૂ. 3411 કરોડની ફાળવણી કરી છે, આ પૈકી રૂ. 852.65 કરોડ ચુકવી પણ દીધા છે.

“જલ જીવન મિશન: હર ઘર જલ’’ યોજનાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 15 ઓગસ્ટ,2019ના રોજ કરાવ્યો હતો. જેનો ઉદેશ વર્ષ-2024 સુધીમાં ગ્રામીણ લોકોનું અને ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓનું જીવનધોરણ સુધારીને પ્રત્યેક ઘર સુધી પીવાલાયક શુદ્ધ પાણી પહોંચાડવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...