તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને અનુલક્ષીને ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ શિર્ષક સાથે થીમ સોંગ બનાવ્યું છે અને તેેને વિવિધ 10 પ્લેટફોર્મ પર મૂક્યું છે. ભાજપના દાવા મુજબ રાજ્યના એક લાખ લોકોએ આ સોંગને આ પ્લેટફોર્મના માધ્યમની નિહાળ્યું હતું. ગુજરાત ભાજપના ઇતિહાસમાં કોઇપણ થીમ સોંગ સૌથી ઓછા સમયમાં મહત્તમ લોકોએ જોયું હોય તેવો એક રેકોર્ડ છે.
પરંતુ ગુજરાત ભાજપના જ દાવા પ્રમાણે તેમના કુલ 55 લાખ જેટલાં નોંધાયેલાં કાર્યકર્તાઓ છે. જો આ અંદાજ પ્રમાણે જોઇએ અને સામાન્ય જનતાને બાદ કરીએ તો પણ તેમના કુલ કાર્યકર્તામાંથી પંચાવનમાં ભાગ જેટલાં લોકોએ જ આ થીમ સોંગ જોયું હોય તેવું પ્રતિપાદિત થાય છે. ભાજપના જ એક શિર્ષસ્થ નેતાએ કબૂલ્યું હતું કે આ વખતનું થીમ સોંગ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રજૂ થયેલાં થીમ સોંગ હું છું ગુજરાત, હુ છું વિકાસ જેટલું દમદાર નથી.
ગુજરાત ભાજપે આ ચૂંટણી પહેલાં અભિયાન તરીકે ઉપાડેલાં પેજ સમિતિના કાર્યને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરદાવ્યું છે. તેમણે ગુજરાત ભાજપના પેજ કમિટી- મહા જનસંપર્ક અભિયાનને ઐતિહાસિક ગણાવતાં દરેક કાર્યકર્તાઓને સમિતિમાં જોડાવવા અને સમિતિ બનાવવા માટે અભિનંદન આપતો એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે દરેક કાર્યકર્તાઓને દેશ સેવા અને લોકસેવા માટે પ્રેરિત કર્યાં હતાં.
પ્રદીપસિંહને બંગાળની 26 બેઠકોની જવાબદારી
ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને પશ્ચિમ બંગાળના બાગદા જિલ્લાની 26 બેઠકોની જવાબદારી સોંપાઇ છે. બાંગ્લાદેશની સીમા સાથે જોડાયેલાં આ જિલ્લાની બંગાળના રાજકારણમાં મોટી ભૂમિકા છે અને હવે આ સીટો જીતવાની જવાબદારી વાઘેલાના માથે રહેશે. આ અગાઉ લોકસભાની ચૂંટણી વખતે પણ તેમણે બંગાળની જવાબદારી ઉપાડી હતી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી બાદ તેઓ બંગાળ જશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.