તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ મહાનગર પાલિકાના 35 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓના કોરોનાથી મોત નિપજ્યાં હતાં. આ માટે મૃતકોના કુટુંબીજનોને ર5 લાખની સહાય મળે તે માટે શહેરી વિકાસ વિભાગમાં 35 ફાઈલો મોકલવામાં આવી હતી. તે પૈકી કોરોનાના દર્દીઓની સારવાર સાથે સંકળાયેલા હેલ્થ ફ્રન્ટલાઈન વોરિયર્સની માત્ર પાંચ ફાઈલો જ મંજુર થઈ છે. બાકીની 30 ફાઈલો ચોક્કસ સુધારા વધારા અને ચોકસાઈ કરીને કમિશ્નરની સહી કરાવી ફરીથી મોકલવા માટે અમદાવાદ કોર્પોરેશનને જણાવવામાં આવ્યું છે.
મ્યુનિસિપાલિટીના નાણાં વિભાગે નવો પરિપત્ર બહાર પાડ્યો
અમદાવાદ મ્યુનિસિપાલિટીના નાણાં વિભાગે સુધારા વધારા સાથેનો એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસની કામગીરી સાથે સંકળાયેલા હોય અને ફરજના ભાગરૂપે કોરોનાનો ચેપ લાગવાના કારણે અવસાન થયું હોય એવા કિસ્સામાં મૃત્યુ પામનારના કુટુંબીજનોને 25 લાખની સહાય મળશે એટલે કે ઓફિસવર્ક કરતાં હોય અને સંક્રમિત થયા હોય તેવા કર્મચારી કે અધિકારીના કુટુંબીજનોને આ લાભ મળવાની સંભાવના નહિવત છે.
અગાઉ ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરની સહીથી ફાઈલો મોકલાઈ હતી
શહેરી વિકાસ વિભાગે સ્પષ્ટ ટકોર કરી છે કે ભવિષ્યમાં સરકારને જ્યારે પણ દરખાસ્ત કરવામાં આવે ત્યારે પુરતી તકેદારી રાખી યોગ્ય ચકાસણી કરીને વિભાગના અગાઉના પરિપત્ર મુજબ મ્યુનિસિપલ કમિશ્નરની સહીથી દરખાસ્ત રજુ કરવી પડશે. જેથી બિનજરૂરી પત્રવ્યવહાર ટાળી શકાય. એટલે કે અગાઉ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરની સહીથી ફાઈલો મોકલાઈ હતી. તે હવે મ્યુનિસિપલ કમિશ્નરની સહીથી જ મોકલવા જણાવવામાં આવ્યું છે.
ફાઈલને નાણાં વિભાગમાં ઈન્વર્ડ કરાવવી પડશે
ઉપરાંત નવા પરિપત્રમાં જણાવાયુ છે કે જેમનું મૃત્યુ થયું તે કર્મચારીના ખાતાના વડા અધિકારીએ તેમના સંબંધિત ડે મ્યુનિસિપલ કમિશ્નર મારફતે કમિશ્નરની મંજુરી મેળવવાની રહેશે. જે નાણાં વિભાગમાં ઈન્વર્ડ કરાવવી પડશે. અવસાન થયું હોય તે કર્મચારીના વારસદારોને ચુકવવાની થતી સહાય અંગેના તમામ જરૂરી દસ્તાવેજી પ્રમાણપત્ર અને પુરાવાઓની ફાઈલ તૈયાર કરવાની રહેશે. બાદમાં અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગને ફાઈલ મોકલવાની રહેશે. સરકારને મોકલેલી દરખાસ્તની નકલ એમઓએચ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને પણ મોકલાવવી પડશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.