અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે ફરી એકવાર રેકોર્ડ બ્રેક કેસ શહેર અને જિલ્લામાં મળીને નોંધાયા છે. શહેરમાં 8391 અને જિલ્લામાં 138 મળીને 8529 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. જે મુંબઈ કરતા પણ 2000 કેસ વધારે છે. ગઈકાલે પણ કોરોનાની ત્રણેય લહેરમાં પહેલીવાર એક જ દિવસમાં 6000થી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. જ્યારે 3911 દર્દી કોરોનાને માત આપીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. આજે અમદાવાદ શહેરમાં 8 મહિના પછી 6 દર્દીઓના કોરોનાથી મોત થયા થયા છે. જ્યારે શહેરમાં આજે વધુ 19 નવા માઈક્રો કન્ટન્મેન્ટ ઝોન ઉમેરાયા છે.
જાન્યુઆરીના 19 દિવસમાં 15 મોત
અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 6 દર્દીઓ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. 1લી જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 15 દર્દીના મોત થયા છે. આ પહેલાં 13 જાન્યુઆરીએ અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું હતું. જ્યારે 15-16 જાન્યુઆરીએ પણ 2-2 દર્દીના કોરોનાથી મોત થયા હતા. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 94 હજાર 730 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 2 લાખ 58 હજાર 265 દર્દી સાજા થઈ ગયા છે અને મૃત્યુઆંક વધીને 3,427 થયો છે.
ગુજરાત હાઇકોર્ટના ત્રણ ન્યાયધીશ કોરોના સંક્રમિત
કોરોનાનું સંક્રમણ હવે હાઇકોર્ટમાં પણ ફેલાઈ રહ્યું છે. આજે ગુજરાત હાઇકોર્ટના વધુ બે જજ કોરોના સંક્રમિત થયા છે, અગાઉ અન્ય એક જજ કોરોના સંક્રમિત થયા હતા. આમ અત્યાર સુધીમાં હાઇકોર્ટના 3 જજ કોરોના સંક્રમિત થયા છે.
19 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા
શહેરમાં 105 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં હતા. જેમાં આજે વધુ 20 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા છે જ્યારે 19 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. આમ હવે શહેરમાં કુલ 104 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે.
123 મકાનોના 469 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા
નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની વાત કરીએ તો 123 મકાનોના 469 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. શહેરમાં મેમનગરના સહજાનંદ ઓએસીસના 16 મકાનના 54 લોકો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત કાંકરીયાના નિકમલ એપાર્ટમેન્ટના 12 મકાનના 23 તથા બોડકદેવના જીવાભાઈ ટાવરના 12 મકાનના 38 લોકોને પણ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકાયા છે.
1લી ડિસેમ્બરથી શહેરમાં આવેલા પોઝિટિવ કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડા
તારીખ | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
1 ડિસેમ્બર | 11 | 0 | 4 |
2 ડિસેમ્બર | 15 | 0 | 8 |
3 ડિસેમ્બર | 15 | 0 | 18 |
4 ડિસેમ્બર | 12 | 0 | 13 |
5 ડિસેમ્બર | 17 | 0 | 10 |
6 ડિસેમ્બર | 10 | 0 | 10 |
7 ડિસેમ્બર | 26 | 0 | 10 |
8 ડિસેમ્બર | 25 | 0 | 4 |
9 ડિસેમ્બર | 13 | 0 | 5 |
10 ડિસેમ્બર | 13 | 0 | 10 |
11 ડિસેમ્બર | 11 | 0 | 11 |
12 ડિસેમ્બર | 10 | 0 | 16 |
13 ડિસેમ્બર | 19 | 0 | 15 |
14 ડિસેમ્બર | 14 | 0 | 13 |
15 ડિસેમ્બર | 8 | 0 | 17 |
16 ડિસેમ્બર | 20 | 0 | 9 |
17 ડિસેમ્બર | 8 | 0 | 25 |
18 ડિસેમ્બર | 14 | 0 | 23 |
19 ડિસેમ્બર | 18 | 0 | 13 |
20 ડિસેમ્બર | 13 | 0 | 17 |
21 ડિસેમ્બર | 33 | 0 | 10 |
22 ડિસેમ્બર | 26 | 0 | 10 |
23 ડિસેમ્બર | 43 | 0 | 18 |
24 ડિસેમ્બર | 32 | 1 | 19 |
25 ડિસેમ્બર | 63 | 0 | 2 |
26 ડિસેમ્બર | 53 | 0 | 20 |
27 ડિસેમ્બર | 100 | 0 | 8 |
28 ડિસેમ્બર | 182 | 0 | 15 |
29 ડિસેમ્બર | 278 | 0 | 18 |
30 ડિસેમ્બર | 278 | 0 | 13 |
31 ડિસેમ્બર | 317 | 0 | 33 |
1 જાન્યુઆરી | 559 | 0 | 28 |
2 જાન્યુઆરી | 404 | 0 | 45 |
3 જાન્યુઆરી | 643 | 0 | 36 |
4 જાન્યુઆરી | 1,314 | 0 | 72 |
5 જાન્યુઆરી | 1,660 | 0 | 62 |
6 જાન્યુઆરી | 1,865 | 0 | 545 |
7 જાન્યુઆરી | 2,311 | 0 | 584 |
8 જાન્યુઆરી | 2567 | 0 | 566 |
9 જાન્યુઆરી | 2519 | 0 | 410 |
10 જાન્યુઆરી | 1912 | 0 | 655 |
11 જાન્યુઆરી | 2903 | 0 | 1314 |
12 જાન્યુઆરી | 3,904 | 0 | 1664 |
13 જાન્યુઆરી | 3,754 | 1 | 1849 |
14 જાન્યુઆરી | 3,164 | 0 | 2342 |
15 જાન્યુઆરી | 2666 | 2 | 2481 |
16 જાન્યુઆરી | 3315 | 2 | 2535 |
17 જાન્યુઆરી | 4409 | 1 | 1965 |
18 જાન્યુઆરી | 6078 | 3 | 2908 |
19 જાન્યુઆરી | 8529 | 6 | 3911 |
કુલ | 63,772 | 16 | 24389 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.