તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફર્સ્ટ ડે ફ્લોપ શૉ:5 સિટી ગોલ્ડની 22 સ્ક્રીનમાંથી માત્ર એકમાં 11 પ્રેક્ષક આવતાં ફિલ્મ ચાલી, બાકીના શૉ રદ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આશ્રમ રોડ પરના સિટી ગોલ્ડ ખાતે એક શૉને માત્ર 11 પ્રેક્ષક મળ્યા હતા. જ્યારે બાકીના શૉ પ્રેક્ષક ન આવવાથી રદ કરાયા હતા.
  • 47 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ડ્રાઈવઈનમાં ઈન્ટરવલ નહીં પડે
  • થિયેટરો અનલૉક થયાં પણ માત્ર એક સિવાય તમામ મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટરો બંધ રહ્યાં
  • પહેલીવાર ઈન્ટરવલનો સમય 10 મિનિટથી વધારીને 25 મિનિટનો કરાયો

5 મલ્ટિપ્લેક્સ, 22 સ્ક્રીન અને તેમાં એક શોમાં માત્ર 11 દર્શકોની હાજરી. આ છે કોરોનાકાળમાં અનલોક અંતર્ગત શરૂ થયેલા મલ્ટિપ્લેક્સની પ્રથમ દિવસની સ્થિતિ. અમદાવાદમાં ગુરુવારથી સિટી ગોલ્ડના 5 મલ્ટિપ્લેક્સ શરૂ કરાયા હતાં પણ માત્ર આશ્રમ રોડ પરના સિટી ગોલ્ડ ખાતે એક જ શોમાં 11 દર્શકો મળતાં ગુજરાતી ફિલ્મ લવની ભવાઈ દર્શાવાઈ હતી. બાકીના શો પ્રેક્ષકો ન મળવાને કારણે રદ કરાયા હતાં.

આ અંગે વાત કરતાં સિટી ગોલ્ડના મેનેજર જિજ્ઞેશ સઈજાએ કહ્યું કે, ‘સવારે 11થી લઈને સાંજે 7.30 સુધી પાંચેક જેટલા શોમાંથી માત્ર 3.45 વાગ્યાનો એક શો જેમાં ફિલ્મ લવની ભવાઈ દર્શાવાઈ હતી જેને માત્ર 11 દર્શકોએ માણી હતી. કોરોનાકાળને લઈને લોકો સિનેમાગૃહમાં આવતાં પણ ડરે છે તે આ આંકડા પરથી સાબિત થયું છે.

મલ્ટિપ્લેક્સમાં કર્મચારી ફેસશિલ્ડ અને હાથમાં ગ્લોવ્ઝ સાથે ટિકિટ બૂકિંગ કરતી નજરે પડે છે.
મલ્ટિપ્લેક્સમાં કર્મચારી ફેસશિલ્ડ અને હાથમાં ગ્લોવ્ઝ સાથે ટિકિટ બૂકિંગ કરતી નજરે પડે છે.

મલ્ટિપ્લેક્સમાં લોકોનો રિસ્પોન્સ જોયા પછી સિંગલ સ્ક્રીન શરૂ થશે
સિનેમા ઓનર્સ એસો.ના સેક્રેટરી વંદન શાહે કહ્યું- શહેરમાં 8 સિંગલ સ્ક્રીન સિનેમા છે જેમાં મલ્ટિપ્લેક્સમાં કેવો માહોલ રહે છે તે જોઈને બે ત્રણ દિવસમાં અમે નક્કી કરીશું કે ક્યારથી ફિલ્મો દર્શાવવી. સિંગલ સ્ક્રીનમાં 25 મિનિટનો ઈન્ટરવલ રહેશે. બ્રેક વખતે ધક્કામૂક્કી ટાળવા સમય લંબાવ્યો છે.

સોશિયલ ડિસ્ટન્સ જાળવવા દરેક શૉ વચ્ચે 30 મિનિટનો બ્રેક રહેશે
મલ્ટિપ્લેક્સ ઓનર રાકેશ પટેલે કહ્યું શહેરમાં 50 મલ્ટિપ્લેક્સ છે. દરેકમાં રોજના 3થી 5 સ્ક્રીનમાં 6 શૉ દર્શાવાય છે. કોરોનાને લઈને માત્ર 3 શૉ જ દર્શાવાશે. ઈન્ટરવલ 20 મિનિટનો હશે. એક પછી બીજા શૉ વચ્ચે 30 મિનિટનો બ્રેક રહેશે. પ્રેક્ષકો સીટ પર ઓનલાઈન ફૂડ મંગાવી શકશે.

ડ્રાઈવઈનમાં 50 ટકાને પ્રવેશ
ડ્રાઈવઈનના મેનેજર ગિરી કરકેરાએ કહ્યું- શુક્રવારથી ડ્રાઈવઈનમાં સાંજે 7 અને રાત્રે 10 એમ બે શૉ દર્શાવાશે. 47 વર્ષના ઈતિહાસમાં એવું પ્રથમ વખત બનશે કે લોકોને ઈન્ટરવલ નહીં મળે. આ સાથે બહારનું ખાવાનું પણ નહીં મળે.660ની ક્ષમતા સામે 50 ટકાને પ્રવેશ અપાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો