તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Out Of 20 Lakh In The State, Only 2.57 Lakh CNG Vehicles Were Re tested, Rickshaw Association Informed RTO And Vehicle Department In Writing.

કામગીરી:રાજ્યનાં 20 લાખમાંથી માત્ર 2.57 લાખ CNG વાહનનું જ રિટેસ્ટિંગ થયું, રિક્ષા એસોસિએશને RTO અને વાહનવિભાગને લેખિત જાણ કરી

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
  • અમદાવાદમાં ચાર સહિત રાજ્યમાં 54 CNG બોટલના ટેસ્ટિંગ પ્લાન્ટ

શહેરનાં 4 લાખ સહિત રાજ્યમાં 20 લાખ વાહનો સીએનજીથી ચાલે છે, જેમાં છેલ્લાં દોઢ વર્ષમાં ફક્ત 2.57 લાખ વાહનોનું રિટેસ્ટિંગ થયું છે. 20 લાખ વાહનોની સામે અમદાવાદમાં 4 અને રાજ્યમાં 54 સીએનજી બોટલના ટેસ્ટિંગ પ્લાન્ટ છે. આ અંગે આરટીઓથી લઈ વાહનવ્યવહાર વિભાગ અને ગેસ કંપનીઓને રિક્ષા એસોસિએશને લેખિત જાણ પણ કરી છે.

વાહનોમાં સીએનજી કિટ આવે છે, જેમાં સીએનજી બોટલ લીધા બાદ દર ત્રણ વર્ષે રિટેસ્ટિંગ કરાવવું પડે છે. જાગૃત ઓટોરિક્ષા ડ્રાઇવર્સ યુનિયનના પ્રમુખ રાજવીર ઉપાધ્યાયે કહ્યું કે, 2005માં સીએનજી બોટલના રિટેસ્ટિંગનો પિરિયડ પાંચ વર્ષનો હતો. આ પછી હોનારત સર્જાતાં 2012થી રિટેસ્ટિંગની સમય મર્યાદા દર ત્રણ વર્ષની કરી દેવાઈ હતી. આમ છતાં રાજ્યના 20 લાખ વાહનોમાંથી છેલ્લાં દોઢ વર્ષમાં ફક્ત 2,57,160 વાહનોએ જ સીએનજી રિટેસ્ટિંગ કરાવ્યું છે. કંપનીઓના પ્લાન્ટમાં હાલ 45 દિવસનું વેઈટિંગ છે, જેથી કેટલાક ટેસ્ટિંગ પ્લાન્ટ્સ ચકાસણી કર્યા વગર સર્ટિફિકેટ આપી રહ્યાં છે.

રાજ્યમાં 40 ટકા રિટેસ્ટિંગ કેપેસિટીની ઘટ
સીએનજી કિટના વેપારીઓના જણાવ્યા મુજબ રાજ્યના 54 ટેસ્ટિંગ પ્લાન્ટમાં રિટેસ્ટિંગની ક્ષમતા દર મહિને 33750 અને વર્ષે 4.05 લાખ તેમજ ત્રણ વર્ષમાં 12.15 લાખ વાહનોનું રિટેસ્ટિંગ થવું જોઈએ છે. રાજ્યની સંબંધિત ટેસ્ટિંગ કંપનીઓમાં હાલ 60 ટકા વાહનોના રિટેસ્ટિંગની ક્ષમતા છે, એટલે કે રિટેસ્ટિંગ માટે 40 ટકા ક્ષમતાની ઘટ જોવા મળી રહી છે.

‘RTOઓ રિટેસ્ટિંગ વગર પાસિંગ કરે છે’
નિયમ મુજબ વાહનોમાં સીએનજી બોટલના રિટેસ્ટિંગની જવાબદારી આરટીઓ અને ગેસ કંપનીઓની પણ છે. આરટીઓ રિટેસ્ટિંગ વગરના વાહનોના પાસિંગ અને ફિટનેસની કામગીરી કરી નિયમોનું ઉલ્લંઘન કરે છે. એજ રીતે ગેસ કંપનીઓ પણ રિટેસ્ટિંગના પ્રમાણપત્રની ચકાસણી વગર ગેસ ભરી આપે છે.

અન્ય સમાચારો પણ છે...