તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:અમદાવાદમાં કોરોનાથી થયેલા કુલ 1605 મૃત્યુમાંથી 52% સિવિલ કેમ્પસની હોસ્પિટલોમાં, નવા 138 કેસ, 3 મોત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં કોરોના સંક્રમણની શરૂઆતથી જ મૃત્યુની સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં સૌથી વધારે મૃત્યુ થઇ રહ્યા છે. આજની સ્થિતિએ શહેરમાં અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુમાં 52 ટકા મોત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા જુદા-જુદા કોવિડ કેર સેન્ટરમાં થયા છે. જ્યારે 14 ટકા મૃત્યુ એસવીપી હોસ્પિટલ ખાતે થયા છે.

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા કોવિડ કેર સેન્ટર, સિવિલ હોસ્પિટલ, યુ.એન. મહેતા હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 839 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે એસવીપી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 228 મોત થયા છે. સોમવારે શહેરમાં કોરોનાને કારણે 6ના મૃત્યુમાંથી 3 સિવિલમાં થયા હતા. જ્યારે 1નું એસવીપીમાં મૃત્યુ થયું છે.

છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 138 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 3 દર્દીના કોરોના વાઈરસથી મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...