ગુજરાત હાઇકોર્ટમાં સ્ટાફ અને વકીલ માટે 2 દિવસ માટે કોરોનાનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે આશરે 150 જેટલાં વ્યક્તિએ ટેસ્ટ કરાવ્યા હતા. જેમાંથી 70 જેટલાં ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. હાઈકોર્ટનાં કાયદા વિભાગના સ્ટાફ, કોર્ટનો સ્ટાફ, કોર્ટ ક્લાર્ક, જજીસનાં કમાન્ડો, ડ્રાઇવર, ચોપદારના 2 દિવસ માટે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સોલા સિવિલ હોસ્પિટલની કોરોનાની ટીમ દ્વારા ટેસ્ટ કરાયા હતા.
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્ચકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હાઈકોર્ટ બાર એસોસિયેશન દ્વારા સુનાવણી ઓનલાઈન કરવા માંગણી કરાઈ હતી. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર દ્વારા 10મી તારીખથી પ્રત્યક્ષ સુનાવણી બંધ કરીને ઓનલાઇન સુનાવણી શરૂ કરી કરાઈ છે. કોર્ટ પરિસરમાં વકીલ નો પ્રવેશ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. દરમિયાનમાં કોર્ટ સ્ટાફને ફરજિયાત ટેસ્ટ કરાવીને જ કોર્ટમાં આવા દેવા આદેશ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે 2 દિવસ માટે કોર્ટ પરીસરમાં જ ટેસ્ટ માટે આયોજન કર્યું હતું.
પહેલા દિવસે 45 જેટલાં સ્ટાફને પોઝિટિવ આવ્યા હતા. બીજા દિવસે 70 જેટલો સ્ટાફ પોઝિટિવ આવ્યો છે. જે પૈકી સરકારી વકીલની કચેરીનો સ્ટાફ, હાઈકોર્ટ સેવક, ક્લાર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટનાં મુખ્યદ્વાર પર કોર્ટે નક્કી કરેલા સ્ટાફને ફરજિયાત સ્કેન કરવામાં આવે છે. દરમિયાન કોઈને લક્ષણો જણાય તો તેને કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. પાર્ટી ઇન પરસન પાસે 48 કલાક પહેલાંના RTPCR રિપોર્ટ પણ ચકાસાય છે.
IIMમાંં કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 67એ પહોંચી
આઇઆઇએમ-એમાં 9 અને 10 ડિસેમ્બરે વધુ 13 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. કેમ્પસમાં બે દિવસ દરમિયાન 87 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વધુ 3 વિદ્યાર્થીઓ અને બે ફેકલ્ટી કોરોના પોઝિટીવ થયા છે. ઉપરાંત કમ્યુનિટી મેમ્બરમાં પણ ચાર લોકો પોઝિટીવ આવ્યા છે. હાલમાં આઇઆઇએમ કેમ્પસમાં 67 લોકો કોરોના પોઝિટીવ- એક્ટિવ કેસો જોવા મળી રહ્યાં છે.
સાણંદમાં 13 સહિત જિલ્લામાં વધુ 30 કેસ આવ્યા
અમદાવાદ જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટિવના 30 કેસ નોંધાયા હતાં. સૌથી વધુ 13 કેસ સાણંદ તાલુકામાં હતાં. આ સિવાય બાવળા 1, દસક્રોઇ 9, ધોળકા 3, માંડલ 1, વિરમગામ 3 કેસ હતાં. કુલ કેસ 7272 થયા છે તો મોતનો કુલ આંકડો 96 છે. જેમાં કોઇ વધારો થયો નથી. હાલ 188 દર્દીઓ સારવાર હેઠળ છે. રોજ 1500થી વધુ આરટીપીસીઆરના ટેસ્ટ થયા છે. 15થી 18 વર્ષના 2483 કિશોરને વેક્સિન અપાઇ હતી. આ સિવાય ફ્રન્ટ લાઇન 851 અને હેલ્થ 1879 વર્કરો ઉપરાંત 921 સિનિયરસિટીઝનને બુસ્ટર ડોઝ અપાયો હતો.
શહેરમાં 21 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્ટમેન્ટમાં મુકાયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.