તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભામાં ઘટસ્ફોટ:રાજ્યમાં કુલ 95 લેબોરેટરી કાર્યરત પણ 1.27 કરોડમાંથી માત્ર 18 લાખ જેટલા RT- PCR ટેસ્ટ થયા

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અત્યાર સુધીમાં સરકારી લેબમાં વિનામૂલ્યે 18 લાખ 8 હજાર 277 RT- PCR ટેસ્ટ કર્યાનું જણાવ્યું
  • કેન્દ્રએ રાજ્ય સરકારને 70 ટકા ટેસ્ટ કરવાનું કહ્યું પણ સરકારી લેબોરેટરીમાં માંડ 15 ટકા જેટલા જ ટેસ્ટ થયા

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પત્ર લખીને RT- PCR ટેસ્ટનું પ્રમાણ વધારીને 70 ટકા કરવા સુચના આપી છે.રાજ્યમાં કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં સરકારી લેબોરેટરીઓમાં માંડ 15 ટકા આસપાસ જ RT-PCR ટેસ્ટ થયાની હકિકત બહાર આવી છે. ગુરૂવારે વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અત્યાર સુધીમાં સરકારી લેબમાં વિનામૂલ્યે 18 લાખ 8 હજાર 277 RT- PCR ટેસ્ટ કર્યાનું જણાવ્યું હતુ. બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગના કોવિડ-19 પોર્ટલ પર 1 કરોડ 28 લાખ 49 હજાર 797 ટેસ્ટનો દાવો કરાયો છે. આમ, 1.27 કરોડમાંથી સરકારી લેબોરેટરીઓમાં 18 લાખ જેટલા જ RT-PCR થયા છે. જે કુલ ટેસ્ટના 15 ટકા આસપાસ થવા જાય છે.

રાજ્યમાં હાલ 45 સરકારી સહિત કુલ 95 લેબોરેટરી
ગુજરાતમાં હાલમાં 45 સરકારી સહિત કુલ 95 લેબોરેટરીને ICMRએ કોવિડ-19ના નિદાન માટે RT-PCR ટેસ્ટ કરવા માન્યતા આપી છે. આથી બાકીની 50 જેટલી પ્રાઈવેટ લેબમાં કેટલા RT-PCR ટેસ્ટ થયા તેની કોઈ જ માહિતી સરકાર દ્વારા જાહેર થઈ નથી. કોરોનાના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલો વધારવાની માંગણી સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, જરૂરીયાત મુજબ હોસ્પિટલોને નોટિફાઈડ કરાય છે. પરંતુ, સિવિલ જોવી હોસ્પિટલો નોટિફાઈડ કરીએ તો ત્યાં બીજા રોગના દર્દીઓ આવવાનું બંધ થાય છે. તેની કાળજી રાખીને જેમ જરૂર પડે તેમ હોસ્પિટલો નોટિફાઈડ થશે.

દર્દીઓને જો અન્ય લક્ષણો હોય તો તેમનો RT-PCR કરોવવો પડે ( ફાઈલ ફોટો)
દર્દીઓને જો અન્ય લક્ષણો હોય તો તેમનો RT-PCR કરોવવો પડે ( ફાઈલ ફોટો)

ટેસ્ટીંગ કરવા ઈચ્છતા દર્દીઓને ભારે હેરાનગતિ
કોરોના છે કે નહીં તેનુ ટેસ્ટીંગ કરવા ઈચ્છતા દર્દીઓને ભારે હેરાનગતિ થઈ રહી છે. કેમ કે કોર્પોરેશનના ડોમમાં માત્ર એન્ટીજન ટેસ્ટ જ થાય છે. જ્યારે અનેક મોટા ડોક્ટરોનું માનવુ છે કે એન્ટીજન ટેસ્ટનુ રીઝલ્ટ 50 ટકા જ માની શકાય. આવા દર્દીઓને જો અન્ય લક્ષણો હોય તો તેમનો RT-PCR કરોવવો પડે છે.પરંતુ કોર્પોરેશના ડોમમા RT-PCR થતો નથી. ઉપરાંત એસવીપી તેમજ સિવિલમાં જલ્દીથી આ ટેસ્ટ કરવામાં આવતો નથી. બે દિવસ પછી ટેસ્ટીંગનો સમય આપવામાં આવે છે. આનો અર્થ એવો થાય છે કે કોરોનાના આટલા બધા કેસો આવી રહ્યાં છે પરંતુ સરકાર પાસે વધુ ટેસ્ટીંગ કરવાની ક્ષમતા જ નથી.

સમગ્ર તંત્ર માટે આ સ્થિતિ અત્યંત શરમજનક
સમગ્ર તંત્ર માટે આ સ્થિતિ અત્યંત શરમજનક હોવા છત્તા ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી પણ હલતુ નથી. ખાનગી લેબોરેટરી ગ્રીન ક્રોસ, યુનિપેથ જેવી કેટલીયે લેબોરેટરીમાં લોકોએ ટેસ્ટીંગ માટે ફોન કર્યા હતા. પરંતુ લેબોરેટરીમાંથી એવા જવાબ મળ્યા હતા કે અત્યારે અમારે ખૂબ જ ભરાવો છે. બે દિવસ સુધી ટેસ્ટીંગ થઈ શકે તેમ નથી. અમદાવાદ અને ગાંધીનગરની ખાનગી લેબમાં આ પ્રકારની હાલતથી કોરોનાના દર્દીઓ સુપર સ્પ્રેડર બની ગયા છે. તેમજ તેઓ સમાજમાં વધુને વધુ લોકોને ચેપ લગાવી રહ્યાં છે.

છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસનો આંકડો રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. ( ફાઈલ ફોટો)
છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસનો આંકડો રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. ( ફાઈલ ફોટો)

રાજ્યમાં 2410 નવા કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસનો આંકડો રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. તેમાં પણ છેલ્લા 24 કલાકમાં 2410 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 2360 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 2015 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. સુરતમાં 4, અમદાવાદમાં 3 તથા વડોદરા અને ભાવનગરમાં 1-1 મળી કુલ 9 દર્દીના મોત થયાં છે. રાજ્યમાં સતત બીજા દિવસે 9 દર્દીઓએ કોરોના કારણે જીવ ગુમાવતાં મૃત્યુઆંક 4528એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 94.35 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો