રિપીટરોનું પરિણામ જાહેર:ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું 27.83 ટકા જ પરિણામ આવ્યું, 1.14 લાખમાંથી માત્ર 31,785 વિદ્યાર્થીઓજ પાસ થયાં

અમદાવાદ3 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • 12 સામાન્ય પ્રવાહના કુલ 1 લાખ 30 હજાર 388 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું.
  • ધોરણ 12 સાયન્સમાં પણ રિપીટરોની પરીક્ષાનું 15 ટકા જેટલું જ પરિણામ આવ્યું હતું

આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 12 સામાન્ય પ્રવાહના કુલ 1 લાખ 30 હજાર 388 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું પરંતુ તેમાં 1 લાખ 14 હજાર 193 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 31 હજાર 785 વિદ્યાર્થીઓ જ પાસ થયાં છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 27.83 ટકા પરિણામ આવ્યું છે. આ પરીક્ષાનું આજે સવારે ગુજરાત બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થયું છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 89 હજાર 106 રિપીટર વિદ્યાર્થીઓમાંથી 78 હજાર 215 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 19 હજાર 32 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જ્યારે વિદ્યાર્થીઓની વાત કરીએ તો 40 હજાર 727 વિદ્યાર્થીનીઓમાંથી 35 હજાર 439 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12 હજાર 564 વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. જેમની ટકાવારી જોઈએ તો 35.45 ટકા છે. જ્યારે વિદ્યાર્થીઓમાં 24.31 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયાં છે. એટલે કે વિદ્યાર્થીનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે. 20 ટકા પસિંગ ધોરણનો લાભ મેળવી પાસ થનાર વિદ્યાર્થીઓ પણ 113 છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું સંપૂર્ણ પરિણામ
ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું સંપૂર્ણ પરિણામ

12 કોમર્સમાં 112માંથી 102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ધોરણ 12 કોમર્સમાં 112 રિપીટર વિદ્યાર્થીઓમાંથી 102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં માત્ર 43 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જ્યારે 26 વિદ્યાર્થીનીઓમાંથી 22 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 11 વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. કોમર્સમાં 42.16 ટકા રિપીટર વિદ્યાર્થીઓ અને 50 ટકા રિપીટર વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. કોમર્સમાં પણ વિદ્યાર્થીનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે.રીપીટર વિદ્યાર્થીઓએ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતા માસ પ્રમોશન ની માંગણી કરી હતી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય પર મક્કમ રહીને રીપીટર વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે પરીક્ષા યોજી હતી.પરીક્ષાનું પરિણામ આવતા માત્ર 27.83 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે.જો મસ પ્રમોશન આપવામાં આવ્યું હોત તો 72.17 ટકા નાપાસ થનાર વિદ્યાર્થીઓ એટલે કે 82408 વિદ્યાર્થીઓ પણ પાસ થઈ ગયા હોત...

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 305માંથી 264 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
તે ઉપરાંત ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 305માંથી 264 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં માત્ર 95 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જ્યારે 112 વિદ્યાર્થીઓમાંથી 91 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 40 વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. ઉત્તર બુનિયાદીમાં પણ 35.98 ટકા વિદ્યાર્થીઓ અને 43.96 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, કોમર્સ અને ઉત્તર બુનિયાદીની રિપીટરોની પરીક્ષામાં પણ વધુ સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે.

ધો.12 સાયન્સના માત્ર 15 ટકા રિપીટર્સ જ પાસ થયા હતા
6 દિવસ પહેલા જાહેર થયેલા 12 સાયન્સના રિપીટર્સનું માત્ર 15 ટકા જ પરિણામ આવ્યું હતું. 12 સાયન્સના કુલ 30343 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી જેની સામે 1130 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે A ગ્રુપમાં 1425 માંથી 297 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. B ગ્રુપમાં 9554 માંથી 1151 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જ્યારે B ગ્રુપની 11578 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2071 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. AB ગ્રુપના 6 વિદ્યાર્થી અને 3 વિદ્યાર્થિની હતી જેમાંથી એક પણ પાસ થયા નથી .B કરતા A ગ્રુપનું પરિણામ વધુ છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે. જેમાં પાસ થનારની સંખ્યા માત્ર 9 છે.

ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું
ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું

રિપીટર્સે પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી
કોરોનાની મહામારીમાં સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર થઈ છે. મહામારીના કારણે ઘણા સમય શાળા-કોલેજો બંધ હતા. ધોરણ 10-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને સરકારે આખરે માસ પ્રમોશન આપ્યું હતું. તેઓની પરીક્ષા કોરોનાના કારણે રદ કરવામાં આવી હતી. પરંતુ સરકારે ધોરણ 10 -12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું નહોતું. જેથી તેમણે પણ માસ પ્રમોશનની માગ કરી હતી અને આ મામલે ન્યાય મેળવવા હાઇકોર્ટમાં PIL દાખલ કરી હતી. જો કે કોર્ટે પણ પરીક્ષા લેવા માટે છૂટ આપી હતી. જેથી 15 જુલાઈએ રિપીટર્સની પરીક્ષા યોજવામાં આવી હતી.

ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું
ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...