• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Out Of 106 Universities In The State, Only Gujarat University Made It To The Top 100 For Fulfilling Criteria Like Startup, Innovation, Placement.

ભાસ્કર એનાલિસિસ:રાજ્યમાં 106 યુનિવર્સિટી પરંતુ માત્ર ગુજરાત યુનિવર્સિટીએ સ્ટાર્ટઅપ, ઈનોવેશન, પ્લેસમેન્ટ જેવા માપદંડ પૂરા કરતા ટોપ-100માં સ્થાન મળ્યું

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી - ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટી - ફાઈલ તસવીર
  • સમગ્ર દેશની 10 ટકા યુનિવર્સિટી રાજ્યમાં છતાં ગુજરાત યુનિવર્સિટીનો જ NIRF રેન્કિંગમાં સમાવેશ

ગુજરાતમાં 103 જેટલી ખાનગી અને સરકારી યુનિવર્સિટી આવેલી છે, એટલે સમગ્ર દેશની 10 ટકા યુનિવર્સિટીઓ માત્ર ગુજરાતમાં આવેલી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કમાં યુનિવસર્ટીઓના રેકિંગમાં યુનિવર્સિટીની કેટેગેરીમાં એકમાત્ર ગુજરાત યુનિવર્સિટીનો 58મા ક્રમ સાથે સમાવેશ થયો છે. આઇઆઇએમ- અમદાવાદે મેનેજમેન્ટ કેટેગેરીમાં પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીનો રેન્કિંગમાં સમાવેશ થયો
એનઆઇઆરએફે જાહેર કરેલા ફ્રેમવર્કના એનાલિસિસ પરથી જાણવા મળ્યું કે, ગુજરાત યુનિવર્સિટીએ સ્ટાર્ટઅપ, ઈનોવેશન, પ્લેસમેન્ટ, રિસર્ચ જેવાં માપદંડ પૂરા કર્યા હોવાથી તેનો રેન્કિંગમાં સમાવેશ થયો છે. ગુજરાત યુનિવર્સિટીએ છેલ્લા ત્રણ વર્ષમાં લાઇબ્રેરીમાં 2.92 કરોડ, નવા સાધનો માટે 12.89 કરોડ અને 45.69 કરોડનો અન્ય ખર્ચ કર્યો, સ્પોન્સર પ્રોગ્રામમાં 402 કરોડનું ફંડ મેળવ્યું છે. જ્યારે ત્રણ વર્ષમાં યુનિએ વિદ્યાર્થીઓના વર્કશોપ, સેમિનાર અને કોન્ફરન્સ માટે 17 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.

ત્રણ વર્ષમાં પેકેજ 25 લાખથી વધીને 27.60 લાખ સુધી પહોંચ્યું
આઇઆઇએમ અમદાવાદે ત્રણ વર્ષમાં 28 કરોડ ખર્ચ લાઇબ્રેરી માટે કર્યો છે. પરંતુ કોરોના મહામારીને કારણે આઇઆઇએમની સ્પોન્સર્ડ પ્રોગ્રામની સંખ્યા અને આવકમાં પણ ઘટાડો થયો છે. આઇઆઇએમના વિદ્યાર્થીઓનું ત્રણ વર્ષમાં પેકેજ 25 લાખથી વધીને 27.60 લાખ સુધી પહોંચ્યું છે.

યુનિવર્સિટીએ 3 વર્ષમાં લાઈબ્રેરી પાછળ 3.96 કરોડ ખર્ચ કર્યો

2020-212019-202018-19
લાઇબ્રેરી1.97 કરોડ1.15 કરોડ84 લાખ
નવા સાધનો ખરીદવા4.65 કરોડ4.23 કરોડ3.99 કરોડ
સ્ટુડિયો1.54 કરોડ59 લાખ62 લાખ
મેઇન્ટેન્સ69 કરોડ69 કરોડ63 કરોડ
અન્ય ખર્ચ23 કરોડ14 કરોડ08 કરોડ

3 વર્ષમાં 400 કરોડની સ્પોન્સરશિપ

2020-212019-202018-19
સ્પોન્સર્ડ પ્રોજેક્ટ595145
મળેલી રકમ135 કરોડ133 કરોડ133 કરોડ

​​​​​​​પ્લેસમેન્ટમાં 9.76 લાખ સુધી પગાર ઓફર થયો

વર્ષપ્લેસમેન્ટપગાર
2020-2110719.76 લાખ
2019-209367.30 લાખ
2018-196864.81 લાખ

​​​​​​​યુનિવર્સિટીએ 2020-21માં વિદ્યાર્થીઓના વર્કશોપ અને સેમિનાર માટે 6.09 કરોડ ખર્ચ કર્યો હતો.

દર 10 વિદ્યાર્થીએ 1 ફેકલ્ટી

​​​​​​​ ​​​​મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશને જાહેર કરેલા દસ્તાવેજમાં, ગુજરાત યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં 3516 વિદ્યાર્થી છે, તેની સામે 379 ફેકલ્ટી છે. એટલે કે દર 10 વિદ્યાર્થીઓ દીઠ એક ફેકલ્ટી છે. જેથી નેશનલ ફ્રેમવર્કમાં આ મુદ્દાને ધ્યાને લેવાયો છે.

IIM-Aએ 3 વર્ષમાં લાઈબ્રેરી પાછળ 29.12 કરોડ ખર્ચ્યા

2020-212019-202018-19
લાઇબ્રેરી11.76 કરોડ8.59 કરોડ8.77 કરોડ
લેબોરેટરી1.92 કરોડ9.49 કરોડ7.57 કરોડ
એકેડમિક ઈન્ફ્રા75.23 કરોડ87.46 કરોડ88.38 કરોડ
અન્ય ખર્ચ5.15 કરોડ1.72 કરોડ4.49 કરોડ

​​​​​​​IIMમાં સ્પોન્સર્ડ પ્રોજેક્ટ-આવક ઘટ્યા

2020-212019-202018-19
સ્પોન્સર્ડ પ્રોજેક્ટ498784
મળેલી રકમ3.44 કરોડ5.30 કરોડ5.17 કરોડ

​​​​​​​IIMના પ્લેસમેન્ટ પેકેજમાં વધારો થયો

વર્ષપ્લેસમેન્ટપગાર
2020-2142827.60 લાખ
2019-2043925 લાખ
2018-1943223.31 લાખ

​​​​​​​​​​​​​​આઈઆઈએમ અમદાવાદમાં 2019-20માં સૌથી વધુ 87 સ્પોન્સર્ડ પ્રોજેક્ટ આવ્યા હતા.

પ્લેસમેન્ટ પેકેજ 5 લાખ વધ્યું
2018-19માં આઈઆઈએમના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટમાં મળેલું સરેરાશ પેકેજ રૂ.23.31 લાખ હતું. જે વધીને 2019-20માં સરેરાશ 25 લાખ થયું હતું. જ્યારે 2020-21માં વધીને સરેરાશ 27.60 લાખે પહોંચ્યું હતું. 2020-21માં 428 વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...