તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરાયણ એટલે મુક્તપણે આનંદ, ઉલ્લાસ માણવાનું પર્વ પણ આપણી ખુશીઓની ઉત્તરાયણ તો ત્યારે થશે જ્યારે કોરોનાના કેસ શૂન્ય થશે. જ્યારે મોંઢે માસ્ક,હાથમાં સેનિટાઇઝર નહીં હોય. જ્યારે બહાર જતા ડર નહીં લાગે. જ્યારે આપણે મિત્રોની સાથે છૂટથી ફરી શકીશું. જ્યારે નિશ્ચિંત થઈને હોટેલમાં જમી શકીશું અને જ્યારે આપણે બધા જ કહીશું... હા, અમે કોરોનાને હરાવ્યો છે.
જ્યારે કોરોનાના કેસ શૂન્ય થશે
23 માર્ચે કોરોનાની એન્ટ્રી થઈ. ત્યારથી અત્યાર સુધીમાં ભારતમાં આપણે 1.51 લાખ લોકોના જીવ ગુમાવી ચૂક્યા છીએ. 1 કરોડથી વધુ પોઝિટિવ થઈ ચૂક્યાં છે. પણ હવે કોરોનાનાં વળતાં પાણી છે. છેલ્લા 1 મહિનામાં રોજ આવતા કેસમાં 40 % ઘટી ગયા છે. એક્ટિવ કેસ 35% ઘટી ગયા છે. દિવસેને દિવસે રોજના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે એ દિવસની રાહ છે જ્યારે ગુજરાતમાં નવા કેસ શૂન્ય થઈ જશે અને જનજીવન પૂર્વવત ધબકતું, વિકસતું થઈ જશે.
જ્યારે મોંઢે માસ્ક,હાથમાં સેનિટાઇઝર નહીં હોય
એક રિપોર્ટ પ્રમાણે માસ્કના કારણે દેશમાં કોરોના કેસ 42% ઓછા આવ્યા છે. વિચારો કે માસ્ક અને સેનિટાઇઝર ન હોત તો કેવી સ્થિતિ સર્જાતી? પણ આપણે એ દિવસની રાહ જોઈએ છીએ જ્યારે માસ્ક વિના હરીફરી શકીશું અને કોરોનાનું સંક્રમણ ભૂતકાળની વાત બની જશે.
જ્યારે બહાર જતા ડર નહીં લાગે
કોરોનાકાળમાં માનસિક રોગની ફરિયાદોમાં 38 ટકાનો વધારો નોંધાયો હતો. કોરોનાને કારણે ડિપ્રેશનના કેસ પણ વધ્યા હતા. સંક્રમણની ચિંતાથી મુક્ત બનીને ફરી શકાય એવા દિવસોની રાહ જોવાઈ રહી છે. મુક્તપણે ફરવું કેટલું મોટું સુખ છે એ કોરોનાએ સમજાવ્યું.
જ્યારે આપણે મિત્રોની સાથે છૂટથી ફરી શકીશું
ફેબ્રુઆરી-માર્ચમાં ભારતના પ્રવાસે આવનાર ઇંગ્લેન્ડની ટીમ અહીં 12 મેચ રમશે. જેમાંથી સાત મેચો અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. મિત્રો સાથે સ્ટેડિયમમાં બેસીને સંક્રમણના ભય વિના મેચ માણવા મળે એ ખરો ઉત્સવ.
જ્યારે નિશ્ચિંત થઈને હોટેલમાં જમી શકીશું
મહામારી દરમિયાન સંક્રમણના ભયે લોકોએ બહાર જમવાનું ઓછું કરી દેતા હોટેલ-રેસ્ટોરાં ઉદ્યોગને અંદાજે 500 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. તહેવારોમાં પરિવાર સાથે હોટેલમાં ચિંતામુક્ત બનીને જમી શકીએ એ પણ જાણે ઉત્સવ.
જ્યારે આપણે બધા જ કહીશું... હા, અમે કોરોનાને હરાવ્યો છે
ગુજરાતમાં કોરોનાથી સાજા થનારાઓનું પ્રમાણ હવે 95 ટકાથી વધારે છે. રોજના પોઝિટિવ કેસોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ઉત્તરાયણના પર્વ વખતે જ રાજ્યમાં કોરોનાની રસીનું આગમન થયું છે. જો કે રસીના આગમન સાથે સંકટ પૂરેપુરું ટળ્યું નથી. સમગ્ર રસીકરણ કાર્યક્રમ દરમિયાન આપણે માસ્ક પહેરવાના અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળીશું અને સંક્રમણ ફેલાય નહીં એ માટે સભાન રહીશું તો આગામી મહિનાઓમાં આપણે ગર્વભેર કહી શકીશું કે હા, અમે કોરોનાને હરાવ્યો છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.