તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેડતીની ફરિયાદ:અમદાવાદના નિર્ણયનગરમાં યુવતી ઘર બહાર કામ કરતી તો પાડોશી વીડિયો ઉતારતો, કપડાં ઉતારી બીભત્સ હરકત કરતો

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • યુવતીનો ડિવોર્સનો કેસ ચાલતો હોવાથી યુવક કહેતો પતિ સાથે રહેતી નથીને શરીર અને પેટ કેમ વધે છે?
  • વાડજ પોલીસે પાડોશી સામે ગુનો નોંધીને તેને પકડવા ચક્રોગતિમાન કર્યા

અમદાવાદ શહેરના નિર્ણયનગરમાં યુવતી ઘરની બહાર કામ કરતી હોય ત્યારે પાડોશમાં રહેતો યુવક તેના ફોટો અને વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લેતો હતો. જ્યારે ટોયલેટ કે વોશરૂમ જાય ત્યારે યુવતીના ઘર બાજુ ફરી દરવાજો ખુલ્લો રાખી પોતાના કપડાં ઉતારતો હતો. યુવક બીભત્સ હરકતો કરતા હોવાનો આક્ષેપ યુવતીએ ફરિયાદમાં કર્યો છે. એટલું જ નહી, આ યુવતીનો ડિવોર્સ કેસ ચાલતો હોવાથી પાડોશી વ્યક્તિ અવારનવાર યુવતીનો પતિ સાથે નથી રહેતો તેમ છતાં પણ શરીર અને પેટ કેવી રીતે વધી ગયું છે તેમ કહી અપમાન કરતો હોવાથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

યુવકના વર્તન અંગે યુવતી કંઈ કહેવા જાય તો ઝઘડો કરે છે
શહેરના નિર્ણયનગરમાં રહેતી 25 વર્ષીય યુવતીના ડિવોર્સનો કેસ ચાલતો હોવાથી એકલી રહે છે. છેલ્લા એક વર્ષથી તેના પાડોશી તેની સાથે અભદ્ર વર્તન કરે છે અને અવારનવાર ધારી-ધારીને તેને ખરાબ નજરથી જુએ છે. તેમજ અવારનવાર તેના મોબાઇલમાં આ યુવતીના ફોટો પાડે છે અને વીડિયો ઉતારે છે. જ્યારે આ યુવતી ઘરમાં કામ કરતી હોય ત્યારે તેના ઘરની આગળ પાછળ છુપાઈને તે જોયા કરે છે. તેમજ આ યુવતીના ઘરમાંથી પાડોશીના ઘરમાં વોશરૂમ અને ટોયલેટ દેખાતું હોવાથી પાડોશી જ્યારે વૉશરૂમમાં કે ટોયલેટમાં જાય તે વખતે જાણી જોઈને પેન્ટ ઉતારી યુવતીના ઘર બાજુ ફરીને ઊભા રહે છે. જેથી તે બાબતે યુવતી તેઓને કંઈ કહેવા માટે જાય તો તેની સાથે ઝઘડો કરે છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

યુવકને વીડિયો ઉતારતો યુવતી જોઈ ગઈ હતી
યુવતી તેના ઘરની બહારના ભાગ જગ્યા ધોતી હતી, તે વખતે તેના પાડોશમાં રહેતા વ્યક્તિ ઘરની બહાર આવીને તેના મોબાઇલમાં વીડિયો રેકોર્ડિંગ કરતો હતો. જે યુવતી જોઈ જતા તેને કહ્યું હતું કે, બીજો કોઈ વીડિયો ઉતારવા હોય તો મારો મોબાઇલ પણ આપુ એમ કહેતા આ વ્યક્તિ ઘરની અંદર જતા રહ્યો હતો અને કંઈ બોલ્યા નહોતા. ત્યારબાદ રાત્રે જ્યારે આ યુવતી તેના રૂમમાં મોબાઈલમાં કંઈ જોતી હતી તે વખતે ઘરની પાછળની બારી પાસે પાડોશી વ્યક્તિ અંધારામાં ઊભા રહી તેને જોતો હતો. જ્યારે આ યુવતીને ખબર પડી ત્યારે રેલિંગ કૂદીને આ વ્યક્તિને જોવા ગઈ હતી પરંતુ ત્યારે તે ત્યાંથી ભાગી ગયો હતો.

ઝઘડો કરીને યુવતીને કહ્યું કે શરીર વધે છે
યુવતી પોતાના અંગત કામથી બહાર જતી હતી ત્યારે પાડોશીની પત્નીએ તેના ઘરની આગળ પડેલા કચરાની થેલી આ યુવતીના ઘરની આગળ મુકતા બોલાચાલી ઝઘડો થયો હતો. તેવામાં પાડોશી વ્યક્તિ પણ ત્યાં આવી ગયો હતો અને ઝઘડો કરી યુવતીને માર મારવા લાગ્યા હતા. ઝઘડો ચાલતો હતો ત્યારે પાડોશી વ્યક્તિએ આ યુવતીને કહ્યું કે, તારો પતિ તારી સાથે રહેતો નથી. તેમ છતાં શરીર વધતું જાય છે અને પેટ મોટું થતું જાય છે અને એવા તો કેવા કાંડ કરે છે કે પતિ પણ તેની સાથે રહેતો નથી.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

181ની મદદ લઈ પોલીસ બોલાવી
આ પ્રકારની અભદ્ર વાતો કરતાં ધમકીઓ આપતા યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇન પર ફોન કરી પોલીસ બોલાવી હતી. જેથી આ યુવતીને વાડજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. જ્યાં આ યુવતીએ પાડોશી દંપતી અને તેમની પુત્રી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો