તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • OTT Platform Revenue From Homeownership Increased By 200% During The Corona Period; Market Of More Than 75 Crore Gujarati Film Industries, Producers Look At Gujarat

ભાસ્કર એનાલિસિસ:કોરોનાકાળમાં ઘરબંધીથી OTT પ્લેટફોર્મની કમાણી 200% વધી; 75 કરોડથી વધુનું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ, નિર્માતાઓની ગુજરાત પર નજર

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
  • ઇન્ટરનેટ યુગમાં મનોરંજન માટે બહાર જવાના બદલે ઘર પર જ થિયેટરનો માહોલ ઊભો કર્યો
  • સિનેમા, ટેલિવિઝન જેવા પરંપરાગત એન્ટરટેઇનમેન્ટ ઉદ્યોગને કોરોનાકાળમાં 1000 કરોડથી વધુનું નુકસાન થયું છે
  • ગુજરાતમાં ઓટીટી પ્લેટફોર્મ પર વેબસિરીઝ તથા નાટકનો ક્રેઝ વધ્યો, જાણીતા કલાકારો જોડાયા

ટેક્નોલોજીના યુગમાં ડિજિટલ ક્રાંતિનું સર્જન થઇ ચૂક્યું છે. કોરોના મહામારીના કારણે ટેક્નોલોજીનો વ્યાપ ઝડપી વધ્યો છે જેના અનેક સારા-નબળાં પાસા રહ્યાં છે. કોવિડ-19ના કારણે છેલ્લા બે વર્ષથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન છે. તેની સામે ઓટીટી પ્લેટફોર્મે કમાણીની તક શોધી કાઢી છે. વૈશ્વિક સ્તરે ઓટીટી પ્લેફોર્મનો ઉદય દાયકા પહેલાં થઇ ચૂક્યો છે જ્યારે દેશમાં છેલ્લાં બે વર્ષથી આ પ્લેટફોર્મમાં ક્રેઝ વધ્યો છે. અનેક ઓટીટી પ્લેટફોર્મે છેલ્લાં બે વર્ષમાં 50 ટકાથી 200 ટકા સુધીનો ગ્રોથ મેળવ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ પર સૌથી વધુ ક્રેઝ પ્રાદેશિક ભાષાનો રહેલો છે. છેલ્લા કેટલાક સમયથી નેટફ્લિક્સ, હોટસ્ટાર, સોની લાઇવ, પ્રાઇમ વિડિયો, શેમારૂ ઉપરાંત સ્થાનિક અનેક ઓટીટી પ્લેટફોર્મ ધૂમ મચાવી રહ્યાં છે.

ગયા વર્ષે લૉકડાઉનથી એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે સૌથી ખરાબ અસર નોંધાવી હતી. ચાલુ ક્વાર્ટરમાં 18-22% ઓપરેટિંગ નફાની દ્રષ્ટિએ બ્રેકઇવન સ્તર સુધી પહોંચવાની ધારણા હતી. દક્ષિણ ભારતમાં તે ફરીથી 22-25% પર ઊંચો જોવા મળ્યો હતો. જોકે, કોરોના બીજી લહેર હળવી થઇ છે પરંતુ જો ત્રીજી લહેર આવશે તો સેક્ટરમાં રિવકરી 2023 પહેલા જોવા મળે તેવી સંભાવના નહિંવત્ છે. અત્યારે સેક્ટર માટે ઝડપી અને વધુમાં વધુ કોરોના રસીકરણ થાય તે જરૂરી બન્યું છે.

કોરોના બીજી લહેરના કારણે વડુ મથક એવા મહારાષ્ટ્રમાં કામચલાઉ બંધ થવાથી બીજા ક્વાર્ટરમાં મોટી ટિકિટવાળી નવી ફિલ્મ રીલિઝ હાલ થવા દેવામાં આવી નથી. મહારાષ્ટ્ર સિનેમાનું નિર્ણાયક બજાર છે જે ભારતમાં કુલ સ્ક્રીનનો પાંચમો ભાગ છે. ક્રિસિલ- રેટેડ મલ્ટિપ્લેક્સ ઓપરેટરો, જે ઉદ્યોગની આવકના લગભગ અડધા જેટલી છે, પણ ચાલુ નાણાકીય વર્ષમાં પણ રોકડમાં નુકસાન થવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2020માં તેઓએ 785 કરોડના નફાની તુલનામાં નાણાકીય વર્ષ 2021માં 900 કરોડનું બિલિંગ કરે તેવો આશાવાદ છે. ગયા નાણાકીય વર્ષમાં, મલ્ટિપ્લેક્સ ઓપરેટરોએ સ્થગિત જાળવણી અને મુખ્ય કેપેક્સ આઉટલેસ સહિતના ખર્ચ નિયંત્રણ રાખ્યું હતું.

મલ્ટીપ્લેક્સ સેગમેન્ટમાં બીજા નાણાકીય વર્ષમાં ઓપરેટીંગ ખોટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. સરકાર દ્વારા પ્રતિબંધોના કારણે હજુ આગામી બે-ત્રણ માસ સુધી ઇન્ડસ્ટ્રીઝ શરૂ થાય તેવી સ્થિતિમાં નથી. ઓટીટી પ્લેટફોર્મમાં કોરોના પછી ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. આગામી પાંચ વર્ષમાં આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 20-25 ટકાનો ગ્રોથ જોવા મળે તેવી સંભાવના છે. વિશ્વના વિકસિત દેશો ખાસ કરીને ચીનમાં ઓટીટી પ્લેટફોર્મની સાઇઝ ચાલુ વર્ષના અંત સુધીમાં 45000 કરોડ પહોંચવા સાથે ભારતીય માર્કેટ 5000 કરોડ ક્રોસ કરે તેવી સંભાવના છે.
દેશમાં OTT પ્લેટફોર્મના સબસ્ક્રાઇબર

કંપની20192020
ડિઝની હોટસ્ટાર0.531.86
એમેઝોન પ્રાઇમ0.430.53
ઝી0.190.27
નેટફ્લિક્સ0.20.3
સોની LIV0.70.18

કોરોનાને કારણે આવેલા લૉકડાઉન દરમિયાન OTT પ્લેટફોર્મના ગ્રાહકોનો વ્યાપ અનેકગણો વધી ગયો છે.

સવા વર્ષમાં ત્રણ-ચાર ગણી વૃદ્ધિ

કંપની22-3-2025-6-21તફાવત
જીટીપીએલ હેથ્વે34.1170.35136.25
શેમારૂ52.35120.5568.2
ઝી એન્ટરટેઇન119.3218.399
સન ટીવી295.25543.5239.25
પીવીઆર1367.41388.1520.75
ઇરોઝ એન્ટર7.7628.720.94
ડેન નેટવર્ક27.256.7529.55

​​​​​​​OTT પ્લેટફોર્મની રેવન્યુ

દેશ2018201920202021*
ઓસ્ટ્રેલિયા1310167829985000
ભારત749107930035500
સા.કોરિયા1429175231185200
જાપાન30863648675411000
ચીન12578163572746145000
અન્ય1563210749877500

​​​​​​​(નોંધ - આંકડા મિલિયન ડોલરમાં, 2021 અંદાજિત)

  • 1000 કરોડથી વધુ નુકસાનનો અંદાજ 2021માં એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડ.ને
  • 80% સુધી થિયેટરોમાં ફુટફોલ ન પહોંચે ત્યાં સુધી સેક્ટરને મુશ્કેલી
  • 25000 કરોડથી વધુ દેશની બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ સાઇઝ
  • 5595 કરોડથી વધુની રેવન્યુ ઓટીટી પર વીડિયો દ્વારા પહોંચશે

​​​​​​​મનોરંજન ઉદ્યોગમાં ગુજરાત પાછળ પરંતુ હવે અઢળક તકો
દેશના એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ગુજરાત ઘણું પાછળ છે. દેશનું બોલિવુડ માર્કેટ 25000 કરોડથી વધુનું છે ત્યાર બાદ સાઉથ અને બંગાળ આવે છે જ્યારે ગુજરાતનું માર્કેટ 100 કરોડની અંદર છે પરંતુ હવે આ સેક્ટરમાં ગુજરાત ઝડપભેર આગળ વધશે. અનેક ડિજિટલ પ્લેટફોર્મ મૂવી, નાટક તથા વેબસિરિઝ રજૂ કરી અઢળક કમાણી કરી રહ્યાં છે. - ભાવેશ ઉપાધ્યાય, ફાઉન્ડર મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ

ગુજરાતી OTT પ્લેટફોર્મ એમેઝોન અને નેટફ્લિક્સને ટક્કર આપશે
એમેઝોન, નેટફ્લિક્સ, હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મને ગુજરાતી, મરાઠી, પંજાબી ઓટીટી પ્લેટફોર્મ ટક્કર આપશે. ગુજરાતીઓ હવે મૂવીના બદલે વેબ સિરીઝ અને નાટક તરફ આકર્ષાયા હોવાથી આ માધ્યમને પ્રાધાન્ય મળી રહ્યું છે તેવું ઓહો ઓટીટીના સીએફઓ પરિમલ મોદીએ કહ્યું હતું.

ડિજિટલ ક્ષેત્રે એન્ટરટેઇનમેન્ટમાં ગુજરાતમાં સ્કોપ સારો
ડિજિટલ યુગમાં દેશ-વિદેશમાં ઓટીટી પ્લેટફોર્મ ધૂમ મચાવી રહ્યાં છે. ગુજરાતમાં પણ છેલ્લા બે વર્ષથી આ ટ્રેન્ડ ડેવલપ થયો છે. ગુજરાતીઓ નાટક, મૂવી અને વેબસિરિઝ જોવાના શોખીન છે તેને ધ્યાનમાં રાખી શેમારૂ દર સપ્તાહે કાંઇક નવું લઇને આવી રહી છે. ગુજરાત બહાર વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે પણ કંપની એન્ટટેઇન કરાવવા કટીબધ્ધ છે. હવેનો દાયકો ઓટીટી પ્લેટફોર્મનો રહેશે. - હિરેન ગડા, સીઇઓ-શેમારૂ એન્ટરટેઇનમેન્ટ લિ.

અન્ય સમાચારો પણ છે...