તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:અનાથ સંતાનો સરકારની યોજનાનો લાભ લઈ શકશે

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં અવસાન પામેલાં માતા-પિતાનાં
  • જિલ્લા તંત્રને જાણ કરવી પડશે

કોરોનાના કપરા સમયમાં અમુક બાળકોએ માતા કે પિતા ગુમાવ્યા છે, આવા બાળકોની વહારે રાજ્ય સરકાર સહાય આપવા માટે સદાય તત્પર છે. અમદાવાદ જિલ્લામાં કોવિડ 19ના કારણે જે પરિવારમાં માતા-પિતા કે માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એકનું અવસાન થયું હોય અને તેમના સંતાનો 0થી 18 વર્ષની વય ધરાવતા હોય તેવા બાળકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી તેવા બાળકોની માહિતી અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર એકત્રિત કરી રહ્યું છે.

સરકારની વિવિધ યોજનાઓનો લાભ આ બાળકોને મળી તે માટે તેવા બાળકનું નામ.,તેના પરિવારમાં કોરોનાથી મૃત્યુ થયું હોય તેમનું નામ, માતા-પિતા ગુમાવ્યા બાદ વર્તમાનમાં બાળકને સાચવનાર વ્યક્તિનું નામ અને તેમનો સંપર્ક નંબરની જરૂરી વિગતો લખીને અમદાવાદ જિલ્લા વહિવટી તંત્રના dcpu-gscps-ahm@gujarat.gov.in પર ઇમેલ કરી શકાશે, તથા 1098 ટોલ ફ્રી નંબર પર ફોન કરીને પણ માહિતી આપી શકાશે. સહાય માટે જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવી પડશે. જાણ કરવાથી તંત્ર તરફથી તેઓને સરકારની મદદ મળવાની ચાલું થશે. અનાથ બાળકોને યોજનાનો લાભ મળ

અન્ય સમાચારો પણ છે...