AMC સ્કૂલ બોર્ડનો નિર્ણય:5 હજાર અનાથ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂ.10 હજારની કિંમતનો સ્માર્ટફોન ફ્રી અપાશે, ઓનલાઈન શિક્ષણની પણ સુવિધા મળશે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીની તસવીર - Divya Bhaskar
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીની તસવીર
  • કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સુવિધા

AMC સ્કૂલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવતર પ્રયોગ શરૂ કરાયો છે. જેમાં સ્માર્ટ સ્કૂલ અંતર્ગત AMC સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને સ્માર્ટફોન આપવામાં આવશે. જેમાં કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટેની સુવિધા આપવામાં આવશે.

સ્માર્ટફોન માટે 5 હજાર બાળકોની ઓળખ કરાઈ
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં 443 શાળાઓમાં 1 લાખ 60 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થીઓના માતા-પિતા ન હોય તેમને તથા જરૂરિયાતમંદ બાળકોને પ્રાથમિકતા આપી પહેલા સ્માર્ટફોન આપવામાં આવશે. હાલના તબક્કે 5 હજાર જેટલા બાળકોની ઓળખ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પણ આપવામાં આવશે.

10 હજારની કિંમતના સ્માર્ટફોન વિદ્યાર્થીઓને અપાશે
આવનારા સમયમાં AMC સ્કૂલ બોર્ડમાં વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં અંદાજે 10 હજારની કિંમતનો સ્માર્ટફોન આપવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે. AMC સ્કૂલ બોર્ડની શાળામાં ભણતા જરૂરિયાતમંદ તમામ વિદ્યાર્થીઓને આ સ્માર્ટફોન આપવામાં આવશે. આવનારા નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને આ નવા સ્માર્ટફોન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...