તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Iron Lady of Gujrat:ક્લાસિકલ સિંગર ડૉ. જયંતિ રવિ સફાઈ, શૌચાલય, શિક્ષણના વિકાસ-સુધારણાના ચેમ્પિયન, ઓફીસ કરતા ફિલ્ડમાં વધુ એક્ટિવ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ સમયે તેઓ ગોધરાના કલેક્ટર તરીકે કુનેહપૂર્વક કામગીરી સંભાળી
  • 1991ની બેચના IAS અધિકારી ડૉ. જયંતિ રવિ ન્યૂક્લિયર ફિઝિક્સમાં એમ.એ.
  • સાઇકલ લઈને ઓફીસ પણ આવે અને સ્ટાફ સાથે પ્રાર્થના કરી કામ શરૂ કરે
  • હોસ્પિટલમાં જઈ બાળકને ખોળામાં લે તો શૌચાલય માટે જાતે ખાડા ખોદે

અમદાવાદઃ હાલ રાજ્યમાં કોરોનાના 58 દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે અને તેમાંથી પાંચના મોત થઈ ગયા છે. કોરોનાના કહેર વચ્ચે ગુજરાતની સાડા છ કરોડની જનતાની આરોગ્યની ચિંતા કરવાની સૌથી મોટી જવાબદારી જેના ઉપર છે તેવા અરોગ્ય અગ્ર સચિવ અને ક્લાસિકલ સિંગર ડૉ. જયંતિ રવિને છેલ્લા અઠવાડિયામાં આખું ગુજરાત ઓળખવા લાગ્યું છે. વિશ્વમાં જ્યારે કોરોનાનો કહેર છે ત્યારે ગુજરાતીઓની આરોગ્યની રોજે રોજની અપડેટ અને અફવાઓના બજારમાં એકદમ સચોટ માહિતી પુરી પાડી રહ્યાં છે. માત્ર એટલું જ નહીં તેઓ સતત કોરોનાના દર્દીઓ અને તેની ટ્રાવેલ હિસ્ટ્રી, સેમ્પલ ટેસ્ટિંગ અને હોમક્વોરેન્ટાઈન જેવી અતિ મહત્વપૂર્ણ બાબતો પર સતત નજર રાખી રહ્યાં છે. તેમદ દિવસમાં બેવાર ગુજરાતના કોરોના દર્દીઓનું હેલ્થ બુલેટિન આપી રહ્યા છે.

ઈ ગવર્નન્સમાં PH.D અને સફાઈ, શૌચાલય, શિક્ષણના વિકાસ-સુધારણાના ચેમ્પિયન
ડૉ.જયંતિ રવિ આમ તો નોન ગુજરાતી હોવા છતાં સ્પષ્ટ ગુજરાતી બોલતા જયંતિ રવિ વિશે થોડી વાત કરીએ તો, 1991ની બેચના IAS અધિકારી છે અને તેઓ ન્યૂક્લિયર ફિઝિક્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને ઈ ગવર્નન્સમાં PH.D છે. એકદમ સાદગીમાં રહેતા 'રવિ' કામની બાબતે પણ એકદમ કડક છે. તેઓ ગુજરાતમાં એક ઉચ્ચ અધિકારી તરીકે અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા આવ્યા છે, ખાસ કરીને શિક્ષણ, ગ્રામવિકાસ અને આરોગ્યમાં તો તેમની કામગીરીની પ્રશંસા થઈ છે. પીએમ મોદીએ શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાન સમયે તેઓ ગુજરાતમાં ગ્રામ વિકાસ કમિશનર હતાં અને રાજ્યમાં સફાઈ અને શૌચાલય અભિયાનમાં તેમની કામગીરીને કારણે કેન્દ્ર સરકારે તેમને 'CHAMPION'નું બિરુદ આપ્યું હતું. 

ફિલ્ડમાં અધિકારી નહીં પણ ' કોમન વુમન'
ડૉ.જયંતિ રવિની કામ કરવાની પધ્ધતિ અંગે વાત કરીએ તો તેઓ પોતાના કામકાજના કલાકો દરમિયાન ઓફીસમાં ઓછા પણ ફિલ્ડમાં વધુ હોય છે. તેઓ ફિલ્ડમાં એક અધિકારી નહીં લોકો સાથે' કોમન વુમન' બની જાય છે. ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ સમયે તેઓ ગોધરાના કલેક્ટર હતા, તે સમયે તેમણે પોતાની કુનેહથી પરિસ્થિતિને સંભાળી લીધી હતી. શિક્ષણ ક્ષેત્રે પણ ડૉ.જયંતિ રવિએ ખૂબ જ ફેરફારો કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનેક નિર્ણયો લીધા હતા.

યોગા અને સાઈકલિંગ દ્વારા હેલ્ધી લાઈફ સ્ટાઈલ 
ડૉ.જયંતિ રવિ હંમેશા સાદી સાડીમાં જ જોવા મળે છે. તેમજ સરકારી ગાડી કરતાં સાઈકલ પર ઓફીસ જતા હતા, ગુજરાતની જનતાની સાથે પોતાના આરોગ્ય  પ્રત્યે પણ એટલા જ સજાગ રહે છે, યોગાથી લઈને સાઈકલિંગ અને પોતાના શોખ માટે પણ વ્યસ્ત શિડ્યુલમાંથી પણ સમય કાઢીને ક્લાસિકલ મ્યૂઝિકના કાર્યક્રમોમાં સિંગિગ પણ કરે છે. પોતાના વિભાગના કર્મચારીઓ સાથે પ્રાર્થના પણ કરે અને તેમના પરિવારની ચિંતા પણ કરે છે. જયંતિ રવિના આવા સમાજ સેવાના મિશનને કહી શકાય કે A passion for human development and service to humanity’.

અન્ય સમાચારો પણ છે...