ગાંધી જયંતિ સ્પેશિયલ:ગાંધી જયંતિ વંદના અને વિશ્વ અહિંસા દિવસ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધી જયંતિ વંદના અને વિશ્વ અહિંસા દિવસ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે વૈવિધ્યસભર કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે. જેમાં 75 સાયક્લિસ્ટ સાથે સાયકલ રેલી મહાત્મા ગાંધી પ્રવેશદ્વાર ગુજરાત યુનિવર્સિટી થી સાબરમતી આશ્રમથી ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે પરત આવશે. આ સાથે અપનાવો પૃથ્વી બચાવો" પર ઓફલાઇન અને ઓનલાઇન પોસ્ટર મેકીંગ સ્પર્ધા આયોજીત કરવામાં આવશે.

તદ્ઉપરાંત મહાત્મા ગાંધીજીના જીવન અને કવન ઉપર 75 પ્રકાશિત વિવિધ ગ્રંથોનું પ્રદર્શન મહાત્મા ગાંધીજીની વિવિધ તસવીરોનું વર્ચ્યુઅલ એકઝીબીશન અને મહાત્મા ગાંધી અને સ્વચ્છતા ઉપર 500 જેટલા ચિત્રની પ્રદર્શની સાથે ગાંધી અહિંસા અને આજ જેમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સંશોધકો અને અધ્યાપકો દ્વારા મહાત્મા ગાંધી, અહિંસા સંદર્ભે લિખિત અને સંપાદિત નિબંધોના પુસ્તકનું વિમોચન કરવામાં આવશે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય સાથે સહ સંયોજક તરીકે સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ એન. એસ. એસ આર જે ત્રિબ્રવાલ કોમર્સ કોલેજ જોડાશે આ પ્રસંગે ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ પ્રોફે. ડો.હિમાંશુ પંડ્યા સાહેબ, ઉપકુલપતિ ડો.જગદીશ ભાવસાર સાહેબ, કુલસચિવ ડો. પી એમ પટેલ સાહેબ સહિત સત્તામંડળના સદસ્યો સહિત મહાનુભાવો આચાર્યો અધ્યક્ષ અધ્યાપકો વિધાર્થીઓ સંશોધકો વહીવટીય સ્ટાફ સહિત નાગરિકો પણ જોડાશે.

અન્ય સમાચારો પણ છે...