રિયલ એસ્ટેટ એક્સપો:નારોલ અસલાલી ખાતે દિવ્ય ભાસ્કર રિયલ એસ્ટેટ એક્સપોનું આયોજન

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થળ પર જ પ્રોપર્ટીની માહિતી મેળવી બુકિંગ કરાવી શકાશે
  • ત્રણ દિવસના​​​​​​​ એક્સપોમાં લોકોને એક જ સ્થળે એફોર્ડેબલ હોમ્સ, બંગલોઝ, દુકાનો સહિતની પ્રોપર્ટીની માહિતી મળશે

શહેરના પૂર્વ વિસ્તારની સાથે દક્ષિણ વિસ્તારમાં પણ મોટાપાયે વિકાસ થઈ રહ્યો છે. જેના પગલે શહેરી વિસ્તાર વટવા, નારોલ અને અસલાલીથી પણ આગળ વધી ગયો છે. આ વિસ્તારનો વિકાસ થવાની સાથે અનેક નાની મોટી સોસાયટીઓ આકાર પામી રહી છે, તેની સાથે અનેક નવી નવી સ્કીમો પણ લોન્ચ થઈ રહી છે. લોકોને એક છત નીચે એફોર્ડેબલ હોમ્સ, લક્ઝુરિયસ હોમ્સ, બંગલોઝ, ઓફિસ તેમજ ઈન્ડસ્ટ્રિયલ પ્રોપર્ટીની માહિતી મળી રહે તે માટે દિવ્ય ભાસ્કર દ્વારા રિયલ એસ્ટેટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજા ફાર્મ, નારોલ અસલાલી હાઈવે પર 8 થી 10 ઓક્ટોબર સુધી દરરોજ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી યોજાનાર આ એક્સપોમાં લોકો સ્થળ પર જ પ્રોપર્ટીની માહિતી મેળવવાની સાથે બુકિંગ પણ કરાવી શકશે.

દિવ્ય ભાસ્કરના આ રિયલ એસ્ટેટ એક્સપોને શુક્રવારે સવારે 10.30 વાગે મેયર કિરીટ પરમાર અને અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. આ પ્રસંગે મ્યુનિ. કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ધર્મેન્દ્ર શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિત અન્ય અગ્રણીઓ હાજર રહેશે. જ્યારે આ એક્સપોમાં ટાઈટલ સ્પોન્સર તરીકે પારિજાત ગ્રુપ, એસોસિએટ સ્પોન્સર તરીકે રશ્મિ ગ્રુપ અને ડોબરિયા એન્ડ કંપની તેમજ કો સ્પોન્સર તરીકે અનુષ્ઠાન, સરમન એરાઈઝ અને કેશવપ્રિયા સ્કાય જોડાયા છે.

ઉલ્લેખનીય છે કે, શહેરના દક્ષિણ વિસ્તારમાં નારોલ, લાંભા, અસલાલી, પિરાણા સહિત આસપાસના વિસ્તારોમાં ખુબજ ઝડપી ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં નવી નવી નાની મોટી ફેક્ટરીઓ શરૂ થઈ રહી છે. તેની સાથે નેશનલ હાઈવે ટચ વિસ્તાર હોવાથી ત્યાં રહેણાંક વિસ્તારનો પણ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. તેમાં પણ ઔદ્યોગિક વિસ્તાર હોવાથી શ્રમિક વર્ગની સાથે મધ્યમ વર્ગના લોકો માટે મોટા પાયે મકાનોની ડિમાંડ જોવા મળી રહી છે. ત્યારે આ વિસ્તારમાં શ્રમિકોને તેમજ મધ્યમવર્ગને પોસાય તેવા એફોર્ડેબલ મકાનોની સાથે વન બીએચકે, ટુબીએચકે તેમજ થ્રી બીએચકે મકાનોની સતત ડિમાંડ જોવા મળી રહી છે. એજ રીતે રહેણાંક વિસ્તારો વધતા દુકાનો, ઓફિસો તેમજ હોસ્પિટલ સહિત અને કોમર્શિયલ બાંધકામની પણ ડિમાંડ જોવા મળી રહી છે. દિવ્યભાસ્કર દ્વારા આયોજિત આ એક્સપોમાં એક જ સ્થળે વિસ્તારની આસપાસની તમામ પ્રકારની પ્રોપર્ટીની માહિતી મળી રહેશે, તેમજ તેમને પસંદગીની પણ તક મળશે અને તેઓ પોતાની પસંદગીની પ્રોપર્ટી સ્થળ પર બુક પણ કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...