રક્તદાન:થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

થેલેસેમિયાગ્રસ્ત બાળકોના જીવન રક્ષણ માટે જીવન ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરનું આયોજન ટ્રસ્ટના દૂધેશ્વર રોડ પરના કાર્યાલય ખાતે કરાયું હતું. આશરે 150થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. શિબિર ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટી નીલેશ જાનીએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં થેલેસેમિયાથી પીડાતા બાળકોને કોઈ તકલીફ ન પડે તે જ અમારો ઉદ્દેશ છે.

અન્ય સમાચારો પણ છે...