શરદપૂર્ણિમાની ઉજવણી:અમદાવાદમાં વિવિધ વિસ્તારની સોસાયટીઓમાં ગરબાની સાથે દૂધપૌવાના કાર્યક્રમનું આયોજન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ સહિત રાજ્યભરમાં શરદપૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારની સોસાયટીઓમાં ગરબાની સાથે દૂધપૌવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદ શહેર વિસ્તારની બકેરી સિટીના સમ્યક એપાર્ટમેન્ટ તથા સૌનક એપાર્ટમેન્ટમાં શરદપૂર્ણિમા નિમિત્તે ગરબાનું કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિકો શરદપૂર્ણિમાના ગરબા રમવામાં પણ કોઈ કસર બાકી રાખી હતી અને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. માત્ર ગરબા નહીં પરંતુ જ્યારે વાત શરદપૂર્ણિમાની આવે ત્યારે દૂધ પૌંઆ આરોગવાનું મહત્વ પણ વિશેષ હોય છે. ગરબાની સાથે દૂધ પૌંઆ પણ આરોગી ઉજવણી કરી હતી. માત્ર સોસાયટી નહિ પરંતુ શહેરની કોલેજોમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સોસાયટીમાં દૂધ પૌવાનું આયોજન
સોસાયટીમાં દૂધ પૌવાનું આયોજન

મહત્વપૂર્ણ બાબત એ છે કે ચારે તરફ મોંઘવારીનો મારની અસર જોવા મળે છે ત્યારે ઘણી સોસાયટીઓમાં સભ્યો સાથે દૂધ પૌવા બનાવી શરદપૂર્ણિમાની ઉજવણી કરી હતી. હાલ માર્કેટમાં તૈયાર દૂધ પૌંઆના ભાવ 200થી 300 રૂપિયા કિલો સુધીના જોવા મળી રહ્યા છે. તેવામાં શહેરની વિવિધ સોસાયટીઓમાં સભ્યોએ જાતે જ કાચો સામાન લાવીને દૂધ પૌવા તૈયાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...