તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેંટ ઝેવિયર્સ કેમ્પસમાં ચેમ્પિયનશીપ કપ 2નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 ટીમોએ ભાગ લીધો છે જેમની વચ્ચે 4-4ના ગ્રૂપમાં લીગ મેચો ચાલી રહી છે. શનિવારથી ચાલી રહેલી આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ત્રણ-ત્રણ ટીમો વચ્ચે મેચો રમાઈ છે.
જેમાં લાંબો સ્કોર કરવા માટે જાણીતી બે ટીમોમાં યંગ સ્ટાર ક્રિકેટે 30 ઓવરમાં 204 રન 5 વિકેટે કર્યા હતા જ્યારે સીપીસી સેન્ટિસે જવાબમાં 8 વિકેટ ગુમાવી 208 રન સાથે જીત મેળવી હતી. અન્ય બે ટીમોમાં રાઈઝિંગ સ્ટારે 30 ઓવરમાં 185 રન કર્યા હતા જ્યારે યુસીએ એક્સઆઈ 28 ઓવર 157માં ઓલઆઉટ થઈ હતી.
ફ્યૂચર ક્રિકેટ ક્લબે 106 રન જ્યારે અપ્સરા એક્સઆઈએ 109 રન પર આ મેચ જીતી હતી. જેમાં આજે ફરી બીજી બે ટીમો વચ્ચે સ્પર્ધા થશે. આ ગ્રૂપમાંથી બે ટીમો સ્કોર બોર્ડ અને પોઈન્ટના આધારે સેમિફાઈનલમાં પહોંચશે. સેમિફાઈનલ અને ફાઈનલ 15થી 20 ફેબ્રુઆરીની વચ્ચે યોજાશે.
આ ટૂર્નામેન્ટનું આયોજન કરનાર ભૂપેશ પરમારે કહ્યું કે, અમદાવાદના લોકલ ક્રિકેટર્સ માટે આ ટૂર્નામેન્ટ ઓપન કેટેગરીમાં યોજાઈ છે. ક્રિકેટની આ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ અમે ચોથીવાર યોજી રહ્યા છે. જે મેચીસ પર રમાડવામાં આવી રહી છે. એક દિવસે 30 ઓવરની એક મેચ રમાડવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.