સભા:9 દિવસમાં પ્રચાર માટે રાજકીય પક્ષોનું 35થી વધુ રેલી અને સભાનું આયોજન

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સૌથી વધુ નરોડા, વેજલપુર, દરિયાપુર અને દાણી લીમડામાં મંજૂરી અપાઈ

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આગામી 3 ડિસેમ્બરે સાંજના પાંચ વાગ્યા સુધી ઉમેદવારો પોતાનો પ્રચાર કરી શકશે. અમદાવાદની 21 બેઠકોનું મતદાન બીજા તબક્કામાં થશે. જેથી આગામી દિવસોમાં અમદાવાદ શહેરની 16 બેઠકો માટે વિવિધ પક્ષો દ્વારા સભા અને રેલીનું આયોજન કરાયું છે. રેલી-સભાની પરમિશન માટે પક્ષો તરફથી અરજી મળી રહી છે. સમય મર્યાદા આવનાર એક પણ પક્ષને સભા કે રેલી માટે ઇન્કાર કરાયો નહીં હોવાનો અધિકારીઓએ દાવો કર્યો છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં 25 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં 35થી વધુ સભા અને રેલીને મંજૂરી આપવામાં આવી છે. નરોડા, વેજલપુર, દરિયાપુર અને દાણીલીમડાંમાં સૌથી વધુ સભા અને રેલીઓ છે. ભાજપ, કોંગ્રેસ, આપ ઉપરાંત અપક્ષો દ્વારા પણ સભા અને રેલીઓ માટે પરમિશન માગી છે.2 અને 3 ડિસેમ્બરના રોજ વિવિધ પક્ષો દ્વારા પ્રત્યેક વિધાનસભામાં નાની-મોટી રેલી યોજાશે. જોકે સભા અને રેલી માટે વપરાતા વાહનો સહિતના ખર્ચની વિગતો ચૂંટણીપંચને આપવાના હોય છે. જેની સ્થાનિક ચૂંટણી અધિકારીઓ દ્વારા ખરાઇ પણ કરાય છે.

રવિવાર હોવાથી 27 નવેમ્બરે સૌથી વધુ રેલી-સભા

તારીખવિધાનસભાપક્ષ
25 નવે.જમાલપુર-ખાડિયાઆપ, કોંગ્રેસ
દરિયાપુરકોંગ્રેસ
નરોડાભાજપ
અમરાઇવાડી

ગરવી ગુજરાત પાર્ટી

26 નવે.વટવાકોંગ્રેસ
વેજલપુરભાજપ
ઘાડલોડિયાઅપક્ષ
જમાલપુરઆપ
27 નવે.દરિયાપુરઅપક્ષ,AIMIM
વેજલપુરઅપક્ષ,આપ
દાણીલીમડાકોંગ્રેસ
જમાલપુર-ખાડિયાકોંગ્રેસ
ઠક્કરબાપાનગરઆપ
નરોડાભાજપ
નરોડા

ગરવી ગુજરાત પાર્ટી

અમરાઇવાડી

ગરવી ગુજરાત પાર્ટી,

તારીખવિધાનસભાપક્ષ
મણિનગરઆપ
28 નવે.નરોડાભાજપ
અમરાઇવાડીકોંગ્રેસ
દાણીલીમડાકોંગ્રેસ
29 નવે.વેજલપુરઅપક્ષ,આપ
30 નવે.અમરાઇવાડીકોંગ્રેસ
ઠક્કરબાપાનગરકોંગ્રેસ
1 ડિસેમ્બરબાપુનગરઆપ
દરિયાપૂરAIMIM
જમાલપુરAIMIM
2 ડિસેમ્બરઅમરાઇવાડીકોંગ્રેસ
વેજલપુરઆપ
વટવા

જનસંઘ વિરાટ પાર્ટી

ઠક્કરબાપાનગરઆપ
દરિયાપુરAIMIM
3 ડિસેમ્બરવેજલપુરઆપ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...