ડ્રામા ફેસ્ટિવલ:18 મહિના બાદ અમદાવાદમાં 5 દિવસય નેશનલ ડ્રામા ફેસ્ટિવલનું આયોજન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં એક સાથે પાંચ નાટકોનો નેશનલ ડ્રામા ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. શહેરના 75 કરતાં વધારે વર્ષ જૂના રંગબહાર ગ્રૂપના ઉપક્રમે અમદાવાદ સહિત દેશ-વિદેશમાં હજારો નાટકો ભજવવામાં આવ્યા છે ત્યારે શહેરમાં 21થી 25 ઓક્ટોબર દરમિયાન પાંચ દિવસ સુધી પાંચ નાટકો ભજવવામાં આવશે. શહેરીજનો આ નાટકો વિનામૂલ્યે માણી શકે છે. તેમાં આજે 21મી ઓક્ટોબરે રાત્રે 8 વાગે ટાગોર હોલમાં રાજેન્દ્ર શુક્લ દિગ્દર્શિત ‘મહાનાયક નેતાજી સુભાષ ચન્દ્ર બોઝ’ નાટક ભજવવામાં આવશે. જ્યારે 22મીએ એચ. કે. ઓડિટોરિયમમાં રાત્રે 8 વાગે ‘પુનર્જન્મ’ નાટકની પ્રસ્તુતિ થશે. ત્યાર પછી 23, 24 અને 25મી ઓક્ટોબરે ‘લાલ બહાદુર શાસ્ત્રી’, ‘કુમાર કી છત પર’ અને ‘દિલ્હી’ નાટક ભજવવામાં આવશે.

સાંસ્કૃતિક વારસો ભવ્ય છે જેથી તેને દર્શાવવાનો પ્રયાસ કરાશે
‘કોરોનાકાળમાં બીજી લહેર પછી એવું પ્રથમ વખત બનશે કે જેમાં શહેરીજનો વિનામૂલ્યે પાંચ રાત્રિઓ સુધી પાંચ નાટકોની મજા માણી શકશે. શહેરનો સાંસ્કૃતિક વારસો ભવ્ય છે અને આ ફેસ્ટિવલ થકી તેને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. > રાજેન્દ્ર ભગત, ફાઉન્ડર, રંગબહાર ગ્રૂપ

અન્ય સમાચારો પણ છે...