• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Organ Donation Of 46 year old Brain Dead Woman In Civil Will Spark The Lives Of Many Patients, Organ Donation Of 20 People In Civil Will Save 54 Lives

સિવિલની સફળતા:46 વર્ષીય બ્રેઇનડેડ મહિલાના અંગોના દાનથી ઘણાં દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાશે, અમદાવાદ સિવિલમાં 20 લોકોના અંગદાનથી 54 લોકોના જીવ બચ્ચાં

અમદાવાદ11 દિવસ પહેલા
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે
  • 10 મહિનામાં 20 લોકોના શરીરમાંથી મેળવેલા 68 જુદા જુદા અંગોના દાનથી અનેક લોકોના જીવ બચ્યાં

આપણા સમાજમાં કહેવાય છે કે જરૂરિયાતમંદ માણસની વહારે ઇશ્વર વિવિધ સ્વરૂપથી મદદ કરવા આવે છે. અંગદાનના કિસ્સામાં અંગદાતા એવા બ્રેઇનડેડ દર્દીઓ એ અંગદાન મેળવનાર દર્દીઓ માટે ઇશ્વરતુલ્ય જ હોય છે, કેમકે આવા દાનથી તેમની જીંદગી ફરી વસંતની માફક ખિલી ઉઠે છે. તેથી જ અંગદાનને જીવનદાનની સમકક્ષ ગણાયું છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. છેલ્લાં 10 મહિના દરમિયાન આજ દિન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 20 લોકોના શરીરમાંથી મેળવેલા 68 જુદા જુદા અંગથી જુદા જુદા 54 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.

સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી
એ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા બ્રેઇનડેડ દર્દીના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતા પરિવારજનોએ આ મહાદાન કરવા માટે સંમતિ દર્શાવી છેલ્લાં 10 મહિના દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 20 લોકોના શરીરમાંથી મેળવેલા 68 જુદા જુદા અંગથી જુદા જુદા 54 લોકોના જીવ બચ્યાં છે.

મહિલાનું બ્રેઈનડેડથી મોત થયા બાદ પરિવારે અંગદાન કર્યું
મૂળ ડૂંગરપુર, રાજસ્થાન ના 46 વર્ષીય બસુબેન કલાસુઆનો 21 નવેમ્બરના રોજ રાજસ્થાનમાં અકસ્માત થતાં પ્રાથમિક સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરપુર ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થિતિ વધુ ગંભીર બનતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા. જ્યાં 23 નવેમ્બરના રોજ તેઓને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. બ્રેઈનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ Tissue Transplant Organization)ની ટીમ દ્વારા અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા. બસુબેનના પરિવારજનો દ્વારા અંગદાન ની સંમતિ દર્શાવતા તેમની બંને કિડની, બે ફેફસા અને લીવરના અંગોનું દાન મેળવવામાં સફળતા મળી હતી.

મહિલાના અંગો જરૂરિયાતમંદ દર્દીઓને અપાશે
આ અંગોનું હવે વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં આરોપણ કરાશે. જ્યારે બંને ફેફસાને ગ્રીન કોરિડોર કરી ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે હૈદરાબાદના દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યા હતાઅને એ રીતે અનેક જીવનમાં ફરી ખુશહાલીનો રંગ છવાશે.

અન્ય સમાચારો પણ છે...