તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Organ Donation From 42 year old Brain Dead Man In Ahmedabad Resurrects Four People, 4 Organ Donations Made Possible In A Short Span Of 40 Days In Civil

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંગદાન મહાદાન:અમદાવાદમાં 42 વર્ષિય બ્રેઈન ડેડ વ્યક્તિના અંગદાનથી ચાર લોકોને નવજીવન મળ્યું, સિવિલમાં 40 દિવસના ટૂંકા ગાળામાં 4 અંગદાન શક્ય બન્યા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ધર્મેશભાઈ પોતાના પરિવાર સાથે - Divya Bhaskar
ધર્મેશભાઈ પોતાના પરિવાર સાથે
 • ખાનગી હોસ્પિટલમાં બ્રેઇન ડેડ થયેલ દર્દીનું સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં અંગદાન કરી પ્રત્યારોપણ થયુ હોય તેવી પહેલી ઘટના
 • અંગોના પ્રત્યારોપણ બાદ 10 થી 15 જરૂરિયાતમંદ દર્દીઓની કાર્યદક્ષતામાં સુધારો થયો

અમદાવાદમાં 42 વર્ષિય વ્યક્તિના અંગદાનથી ચાર લોકોને નવજીવન મળ્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 40 દિવસમાં 4 અંગદાન શક્ય બન્યાં છે. તે ઉપરાંત ખાનગી હોસ્પિટલમાંથી બ્રેઈન ડેડ થયેલા દર્દીનું સિવિલ હોસ્પિટલના રીટ્રાઈવલ સેન્ટરમાં અંગદાન કરી પ્રત્યારોપણ કરવામાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના છે. અંગદાન બાદ અંગોના પ્રત્યારોપણ પછી 10થી15 જરૂરિયાતમંદ દર્દીઓની કાર્યદક્ષતામાં સુધારો પણ થયો છે.

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ધર્મેશભાઇ પટેલને એકાએક બ્રેઇન સ્ટ્રોક આવતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની પાંચ દિવસની સારવાર બાદ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. ઘર્મેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાતા તેમના પરિવારજનોએ ઘર્મેશભાઇના અંગોનું દાન કરીને અન્ય જરૂરિયાત દર્દિની જીવનશૈલી સુધારવાનો પવિત્ર નિર્ણય કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લાવ્યા બાદ અન્ય તબીબી તપાસ કરાતા માલૂમ પડ્યુ કે ધર્મેશભાઇની બે કિડની, એક લીવર અને બંને આંખોનું દાન કરવું શક્ય છે.

બ્રેઇનડેડ ઘર્મેશભાઇ પટેલના ચારેય અંગોનું દાન લઇને તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યુ
બ્રેઇનડેડ ઘર્મેશભાઇ પટેલના ચારેય અંગોનું દાન લઇને તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યુ

પ્રત્યારોપણ થકી ચાર વ્યક્તિઓની કાર્યદક્ષતા સુધરી
જે કારણોસર સમગ્ર પ્રત્યારોપણ પ્રક્રિયા નિષ્ણાંત તબીબોની હાજરીમાં હાથ ધરવામાં આવી. ભારે જહેમત બાદ બ્રેઇનડેડ ઘર્મેશભાઇ પટેલના ચારેય અંગોનું દાન લઇને તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યુ. આ પ્રત્યારોપણ થકી ચાર વ્યક્તિઓની કાર્યદક્ષતા સુધરી છે. મૃત ધર્મેશભાઇ પટેલના પરિવારજનો કહે છે કે "ધર્મેશભાઇની જ્યારે સારવાર ચાલી રહી હતી ત્યારે તેઓ અત્યંત ગંભીર અવસ્થામાં હતા. ત્યારે જ અમને લાગ્યુ હતુ કે જીવન અને મરણ વચ્ચે સંધર્ષ કરી રહ્યા અમારા ધર્મેશભાઇનું જીવવું અત્યંત મુશકેલ બની રહ્યુ છે. આ સમગ્ર સારવાર દરમિયાન જ અમારા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને જરૂરિયાતમંદ દર્દીને તેમના અંગોનો લાભ આપી તેમની કાર્યદક્ષતા સુધારવાનો વિચાર આવ્યો હતો.

પરિવારના સભ્યોએ ધર્મેશભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો
પરિવારના સભ્યોએ ધર્મેશભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો

ધર્મેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાતા પરિવારના સભ્યોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો
ધર્મેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાતા અમારા પરિવારના બધા સભ્યોએ ભેગા મળીને અંગદાન કરવાનો પવિત્ર નિર્ણય કર્યો હતો. ધર્મેશભાઇના પરિવાર જનો કહે છે કે જીવન એક વરદાન છે અને ભારતીય સંસ્કૃતિમાં અન્યોને મદદ કરવી કે જરૂરિયાતમંદોને જીવતદાન આપવુ એ ઇશ્વરના આશિષ મેળવી આપે એવું ઉમદા કાર્ય ગણાયું છે. આજે કોઇની મદદ કરવાની હોય ત્યારે હિંમતની અચૂક જરૂર પડે છે ત્યારે અમારા સમગ્ર પરિવારે હિંમતપૂર્વક સમાજઉપયોગી બનવા માટે જ અંગદાનનો પવિત્ર નિર્ણય કર્યો છે. અમારો સમાજને એક જ સંદેશ છે કે અન્યોના જીવ બચાવવાના આ યજ્ઞમાં તમામે સહભાગી બનવું જોઇએ.

અંગદાનથી 10 થી 15 જેટલા વ્યક્તિની કાર્યદક્ષતામાં સુધારો આવ્યો
અંગદાનથી 10 થી 15 જેટલા વ્યક્તિની કાર્યદક્ષતામાં સુધારો આવ્યો

40 દિવસના ટૂંકા ગાળામાં 4 અંગદાન શક્ય બન્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદી કહે છે કે "અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અન્ય ખાનગી હોસ્પિટલમાંથી બ્રેઇનડેડ દર્દીનું અંગદાન થયુ તેવી આ પહેલી ઘટના છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં SOTTO અંતર્ગત 40 દિવસના ટૂંકા ગાળામાં 4 અંગદાન શક્ય બન્યા છે જેના થકી 10 થી 15 જેટલા વ્યક્તિની કાર્યદક્ષતામાં સુધારો આવ્યો છે. ધર્મેશભાઇ પટેલના પરિવારજનોએ અંગદાનનું પ્રેરણાદાયી કાર્ય કરીને સમગ્ર રાજ્ય માટે એક ઉદાહરણ રૂપ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો