અંગદાન મહાદાન:​​​​​​​અમદાવાદની એચ.એ કોલેજ ઓફ કોમર્સના NSS વિભાગ દ્વારા 'અંગદાન જાગૃતિ' કાર્યક્રમ યોજાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એચ.એ કોલેજમાં પ્રવચન આપતા ડૉ. અતુલ ગાંધી - Divya Bhaskar
એચ.એ કોલેજમાં પ્રવચન આપતા ડૉ. અતુલ ગાંધી
  • તંદુરસ્ત વ્યક્તિ પોતાના સંબંધીને જરૂરિયાત મુજબ અંગદાન કરી શકે છે: ડૉ. અતુલ ગાંધી

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના N.S.S. વિભાગ દ્વારા “અંગદાન જાગૃતિ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમારોહના મુખ્ય વક્તા તરીકે અમદાવાદના જાણીતા ડૉ. અતુલ ગાંધીએ અંગદાન સંદર્ભે કહ્યું હતુ કે, કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ પોતાના સંબંધીને જરૂરીયાત મુજબ અંગદાન કરી શકે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અકસ્માત થવાથી ક્યારેક વ્યક્તી બ્રેઇનડેડ થઇ જતો હોય છે. આવી વ્યક્તિઓ પોતાની આંખો, કિડની, લીવર તથા ચામડી સમયમર્યાદામાં રહીને નિયમાનુસાર અંગદાન કરી શકે છે, જેનાથી અનેક વ્યક્તિઓને ફાયદો થાય છે.

અંગદાનની પ્રતિજ્ઞા લઈ રહેલા ઉપસ્થિત મહેમાનો
અંગદાનની પ્રતિજ્ઞા લઈ રહેલા ઉપસ્થિત મહેમાનો

કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતુ કે, અંગદાન અંગેની સાચી માહિતીનો પ્રચાર તથા પ્રસાર થવો જોઇએ. જેથી આપણી કેટલીક ખોટી માન્યતાઓનો અંત આવી શકે છે. અંગદાન એ મહાદાન છે તથા માનવતાનું સૌથી મોટું ઉદાહરણ આપ સાબિત થઇ શકો છો. કાર્યક્રમના અંતે કોલેજના વિદ્યાર્થીઓએ અંગદાન કરવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમનું સંચાલન તથા આયોજન કોલેજના પ્રો.ચેતન મેવાડા તથા પ્રો. એચ.બી. ચૌધરીએ કર્યુ હતુ. ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપીને પ્રશ્નોત્તરી દ્વારા સમાધાન મેળવ્યું હતું.