મોર્નિંગ ન્યૂઝ બ્રીફભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે:ઓરેવા કંપનીનો આખી હોનારતને 'ACT OF GOD'માં ખપાવવા પ્રયાસ, ગેહલોતની પ્રશંસા મુદ્દે આક્રોશમાં પાઇલટ

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,

આજે ગુરુવાર, તારીખ 03 નવેમ્બર, કારતક સુદ દશમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) IPS અધિકારીઓની ટ્રાન્સફર: વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ 12 અધિકારીઓની બદલી, અશ્વિન ચૌહાણને કરાઈ પોલીસ એકેડેમી ખસેડાયા

ગુજરાતમાં ગમે તે સમયે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે તે પહેલા ચૂંટણી પંચના ટકોર બાદ આજે 12 આઈપીએસ અધિકારીની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના ઝોન ફોર પીસીપી મુકેશ પટેલ તેમજ ટ્રાફિક જીસીપી અશ્વિન ચૌહાણની પણ બદલી કરવામાં આવી છે. આ સમગ્ર બદલીઓ ચૂંટણીલક્ષી બદલી હોવાનું માનવામાં આવે છે.
વાંચો સમાચાર વિગતવાર

2) શરમ કરો, કુદરત નહીં છોડે: ઓરેવા કંપનીનો આખી હોનારતને 'ACT OF GOD'માં ખપાવવા પ્રયાસ, મેનેજરે કોર્ટને કહ્યું- ભગવાન રાજી નહીં હોય એટલે દુર્ઘટના સર્જાઈ
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં પોલીસે 9 આરોપીની ધરપકડ કરી છે. તમામને ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા અને 4 આરોપીના શનિવાર સુધીના રિમાન્ડ મજૂર થયા છે, જેમાં ઓરેવા કંપનીના આરોપી મીડિયા મેનેજર દીપક પારેખે કોર્ટમાં આખી ઘટનાને 'ACT OF GOD' (કુદરત કે ઈશ્વર સર્જિત હોનારત) ખપાવવા પ્રયાસ કર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

3) ‘સેવા’ની જ્યોત બુઝાઈ ગઈ: લાખો મહિલાઓના જીવન ઉદ્ધારક, જીવનદર્શક ગાંધીવાદી ઈલા ભટ્ટનું 89 વર્ષની વયે અમદાવાદમાં નિધન
અમદાવાદમાં સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઈલા ભટ્ટનું અવસાન થયું છે. તેમના નાના અમદાવાદના જાણીતા સર્જન હતા અને સરકારી હોસ્પિટલ્સમાં લોકોની સેવા કરતા હતા. આઝાદીની લડાઈમાં સક્રિય રૂપે ભાગ લેવાના ઈરાદાથી તેમણે તેમની નોકરી છોડી દીધી હતી. તેમના ત્રણેય મામા પણ સ્વાતંત્ર્ય સેનાની હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) હજુ સરકાર બચાવે છે: ઘડિયાળવાળાને સોંપ્યું બ્રિજ બનાવવાનું કામ; એલ્યુમિનિયમનું ફ્લોરિંગ કર્યું, કેબલ ના બદલ્યો એટલે તૂટ્યો બ્રિજ
30 ઓક્ટોબરને રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો છે. બરોબર સાંજના 6:30 વાગ્યે ઝૂલતો પુલ તૂટી પડતાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા અને મિનિટોમાં જ 135 જેટલા લોકોએ જિંદગી ગુમાવી દીધી. આ ઘટનાના જવાબદાર 9 આરોપીને પોલીસે પકડીને ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા અને 4 આરોપીના શનિવાર સુધીના રિમાન્ડ મજૂર થયા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ગેહલોતની પ્રશંસા મુદ્દે આક્રોશમાં પાયલોટ, કહ્યું- PMએ આઝાદ વિશે પણ આવું જ કહ્યું હતું; બળવાખોરો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ
રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે ફરીથી મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે નિશાન સાધતા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ ગઈકાલે ગેહલોતની જે રીતે પ્રશંસા કરી હતી તે બાબતે પાયલટે સવાલ ઉઠાવ્યા છે. ગેહલોત સામે કટાક્ષ કરતા પાયલોટે કહ્યું કે મોદીએ ગુલામ નબી આઝાદની પણ એ જ રીતે પ્રશંસા કરી હતી, બાદમાં શું થયું તે બધા જાણે છે.
વાંચો સમાચાર વિગતવાર

6) ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં નિશ્ચિત, ભારતે રસાકસીભરી મેચમાં બાંગ્લાદેશને 5 રને હરાવ્યું, અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી
એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશની સુપર-12ની મેચ રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 5 રને પરાજય આપ્યો હતો. આ જીત સાથે જ ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી લગભગ નક્કી થઈ ગઈ છે. હવે ભારતે ઝિમ્બાબ્વેને રવિવારે હરાવવાનું રહેશે. આ જીત સાથે જ ભારતીય ટીમ ગ્રુપ-2માં ટૉપ પર આવી ગઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

7) તાલિબાનોએ વિદ્યાર્થિનીઓ પર કોરડા વરસાવ્યા, યુનિવર્સિટીની બહાર છોકરીઓ બુરખા સામે વિરોધ કરી રહી હતી, VIDEO
અફઘાનિસ્તાનની બદખ્શાં યુનિવર્સિટીની બહાર બુરખા સામે વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓ પર તાલિબાનોએ કોરડા વરસાવ્યા છે. આ ઘટના રવિવારની છે, પરંતુ તેનો વીડિયો હવે વાઇરલ થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ, છોકરીઓ ભાગી રહી છે અને તાલિબાનીઓ તેમની પાછળ દોડતા કોરડા ફટકારી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) AAPના બે કોર્પોરેટરને ગેરલાયક ઠેરવ્યા: કોંગ્રેસમાંથી ચૂંટાઈને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા વશરામ સાગઠિયા અને કોમલ બારાઈ ડિસક્વોલિફાઈ
2) મોરબી દુર્ઘટનાની તપાસ સામે કોંગ્રેસના સવાલ: કોંગ્રેસના ભજપ સરકાર આકરા પ્રહાર, હાઇકોર્ટેના નિવૃત જજની આગેવાનીમાં તપાસ કરવામાં આવે
3) સ્ટંટબાજો પકડાશે?: અમદાવાદમાં એક ટાયર પર સ્પોર્ટ્સ બાઈક ચલાવતા નબીરાઓનો VIDEO VIRAL
4) એ નેતા, જેણે પાર્ટી છોડી તોપણ ટિકિટ મળી: લો બોલો, સપનેય ખબર નહોતી કે લડવાનું છે, LIVEમાં બોલ્યા, "અરે! મને તો કહેવું'તું'
5) માતા-પિતાએ 8 લાખમાં કરાવી દારૂડિયા દીકરાની હત્યા, સોપારી લેનારા તેને મંદિર લઈ ગયા, દારૂ પીવડાવ્યો અને ગળે ફાંસો આપી મારી દીધો
6) Twitter બ્લૂ ટિક માટે દર મહિને 660 રૂપિયા લેશે, કંપની ખરીદ્યાના 5 દિવસ બાદ મસ્કે કહ્યું- તમે ગમે એટલી ફરિયાદ કરશો, તમારે પૈસા તો ચૂકવવા જ પડશે
7) અમેરિકા ઓસ્ટ્રેલિયામાં પરમાણુ બોમ્બર તહેનાત કરશે, સોલોમન ટાપુઓમાં ડ્રેગનની દખલગીરી વધ્યા બાદ લેવાયો નિર્ણય
8) વર્લ્ડ નંબર-1 સૂર્યકુમાર યાદવ, પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પછાડીને T20 રેન્કિંગમાં પહેલું સ્થાન મેળવ્યું, આ ફોર્મેટમાં પ્રથમ સ્થાન મેળવનાર બીજા ભારતીય

આજનો ઇતિહાસ
2014- આજના દિવસે 11 સપ્ટેમ્બરના હુમલા દરમિયાન ટ્વીન ટાવરનો નાશ થયા બાદ તેને બદલીને, ન્યૂયોર્ક સિટીમાં એક નવું વર્લ્ડ ટ્રેડ સેન્ટર સત્તાવાર રીતે ખુલ્યું હતું.

આજનો સુવિચાર
વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે, વિવેક વિના વિચારવું તે ભયજનક છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...