ગ્રેડ પે આંદોલનની અસર:આંદોલનમાં સક્રિય નવ પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી જિલ્લા બહાર બદલીના આદેશ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંદોલનમાં સક્રિય રીતે ભાગ ભજવનાર પોલીસ કર્મી હાર્દિક પંડ્યાની જૂનાગઢ બદલી કરવામાં આવી - Divya Bhaskar
આંદોલનમાં સક્રિય રીતે ભાગ ભજવનાર પોલીસ કર્મી હાર્દિક પંડ્યાની જૂનાગઢ બદલી કરવામાં આવી
  • ઉપવાસ પર બેસનાર હાર્દિક પંડ્યાની જૂનાગઢ બદલી કરાઈ

પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મુદ્દે તાજેતરમાં શરૂ થયેલા આંદોલનને ખાળવા માટે પોલીસ કમિટી રચવામાં આવ્યા બાદ આંદોલન સમેટાઈ ગયું હતું. જોકે આ આંદોલનમાં સક્રિય ભાગ લેનારા અમદાવાદ પોલીસદળમાં ફરજ બજાવતા નવ પોલીસ કર્મચારીની તાત્કાલિક અસરથી જિલ્લા બહાર બદલીના આદેશ અપાયા છે.

અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ કમિશનર(વહીવટ) દ્વારા સોમવારે મોડી સાંજે એક આદેશ જારી કરાયો હતો, જેમાં અમદાવાદમાં ફરજ બજાવતા મહિલા અને પુરુષ મળી કુલ નવ પોલીસ કર્મચારીઓને મુખ્ય પોલીસ અધિકારીના હુકમથી તાત્કાલિક અસરથી જાહેરહિતમાં બદલી કરવાનું જણાવાયું હતું, જેમાં પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ બાબુભાઈની કે કંપનીમાંથી પોરબંદર, હેડ કોન્સ્ટેબલ હાર્દિક દુર્ગાશંકર પંડ્યાની બાપુનગરથી જૂનાગઢ, કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર બેચરભાઈની બાપુનગરથી કચ્છ પશ્ચિમ ભુજ, લોકરક્ષક મુકેશભાઈ હરલાભાઈની એન ટ્રાફિક પોલીસ સ્ટેશનથી કચ્છ પૂર્વ ગાંધીધામ, હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ કાંતિલાલની એસજી 01થી તાપી ખાતે બદલી કરવામાં આવી હતી.

ગ્રેડ પે આંદોલનમાં ભાગ લેનારી ત્રણ મહિલા પોલીસ કર્મચારીઓની પણ બદલી કરી દેવાઈ
ઉપરાંત મહિલા લોકરક્ષક રોશનીબેન રાજેશભાઈની એલ ટ્રાફિક પોલીસ સ્ટેશનથી દાહોદ, કોન્સ્ટેબલ વિક્રમજી સેનજીની કે કંપનીથી અમરેલી, મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞાબેન પ્રવીણકુમાર ઠાકોરની આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનથી નવસારી અને મહિલા કોન્સ્ટેબલ નીલમબેન ડાહ્યાભાઈની કે કંપની ખાતેથી ભાવનગર બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...