તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા ઘણા આકરા નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં ઘણી સુવિધાઓ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. રાજ્યમાં બહારગામથી આવતા તમામ વ્યક્તિનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. તમામ લોકો જોડે RT-PCRનો નેગેટિવ રિપોર્ટ હોય તો જ તેને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે બીજી બાજુ વોટરપાર્ક પર કોઈ પ્રકારની રોક ટોક મૂકવામાં આવી નથી. વોટરપાર્કમાં જતા લોકો સુપર સ્પ્રેડર બની રહ્યા છે. તાજેતરમાં ધુળેટીની પૂલ પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે.
શહેરની આજુબાજુમાં વોટરપાર્કમાં લોકો ઉમટ્યા
બીજીતરફ અમદાવાદીઓ કોઈ પણ જાતની તકેદારી રાખ્યા વગર અમદાવાદ શહેરની આજુબાજુ આવેલા વોટરપાર્કમાં મોટી સંખ્યામાં એકઠા થઇ રહ્યા છે. જેમાં મુખ્યત્વે શંકુશ વોટરપાર્ક, સ્વપ્ન શ્રુષ્ટિ વોટરપાર્ક, 7 એસ વોટરપાર્ક અને બ્લીસ વોટર પાર્કમાં વિકેન્ડમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ રહ્યા છે. જેને પગલે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ વધારે છે. બ્લીસ વોટર પાર્કના DJ જય દ્વારા 3 દિવસ પહેલા ઓફિશિયલ ઈન્સ્ટા પેજ પર વીડિયો પોસ્ટ કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભીડ વોટરપાર્કમાં દેખાઈ રહી છે. એવામાં સવાલ થાય છે કે અમદાવાદમાં તમામ ગાર્ડન અને ફરવાલાયક સ્થળો પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે શા માટે હજુ સુધી વોટરપાર્ક ચાલું રખાયા છે?
વોટરપાર્કમાં જવું કોરોનાને ખુલ્લું આમંત્રણ
જેથી લોકો હવે વોટરપાર્કમાં ભેગા થઇ રહ્યા છે. જેમાં મોટાભાગના બાળકો અને યંગસ્ટર્સ ખાસ કરીને જોવા મળે છે. જો આમાં કોઈ સુપર સ્પ્રેડર બનીને શહેરમાં આવે તો તે શહેરીજનો માટે ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે. સાથે વોટરપાર્કના માલિકોનું કહેવું છે કે અમને સરકારે ગાઈડલાઈન મુજબ નિયમો પાલન કરાવવા માટે સૂચના આપી છે. જેથી અમે શક્ય એટલી તકેદારી રાખીને નિયમોનું પાલન કરાવી રહ્યા છીએ.
સોશિયલ ડિસ્ટન્સ ન જળવા તેવી તમામ જગ્યા જોખમી
આ મામલે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. તુષાર પટેલએ Divya bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં તમામે તકેદારી રાખવાની જરૂર છે. વોટરપાર્કની વાત કરીએ તો ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ છે. સાથે જો લોકોની ભીડ થયા તો સંક્રમણ ફેલાવાની પૂરેપૂરી શકયતા છે. વોટરપાર્કમાં જો કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તે તમામ લોકો માટે જોખમી છે. માત્ર વોટરપાર્ક નહીં એવી તમામ જગ્યા જોખમી છે જ્યાં સોશિયલ ડિસ્ટન્સ ના જળવાય.
ઝડપથી ફેળાઈ રહ્યો છે વાઈરસ
કારણ કે હાલના કોરોના કેસના ટ્રેન્ડ પ્રમાણે કોરોના વાઇરસ વધારે ઝડપથી ફેલાઈ શકે છે. સાથે બાળકો અને યુવાનો ખૂબ ઝડપથી રાજ્યમાં સંક્રમિત થઈ રહ્યા છે. જેથી તમામને એ જ અપીલ છે. લોકો બને ત્યાં સુધી આવી જાહેર જગ્યાએ જવાનું ટાળે. આ પરિસ્થિતિમાં વોટરપાર્કમાં જવું ખૂબ જ જોખમી છે. આ વાઇરસથી બચવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ અને સેનિટાઇઝેશન જ એક માત્ર ઉપાય છે.
છેલ્લા 10 દિવસથી રોજના 2000થી વધુ કેસ
રાજ્યમાં છેલ્લા 10 દિવસથી સતત 2000થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. સાથે હવે અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ કેસ જોવા મળે છે. કોવિડ ટાસ્ક ફોર્સના એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ વખતે કોરોના વાઇરસનું ટ્રાન્સમિશન વધી ગયું છે. જેથી વાઇરસ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.