તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કન્ટેમ્પ્ટ પિટિશનમાં હાઈકોર્ટેનો ચુકાદો:નિવૃત્ત પ્રોફેસરોને 6% વ્યાજ સાથે 7મા પગારપંચ મુજબ પેન્શન ચૂકવવાનો સરકારને આદેશ કર્યો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • 6 સપ્તાહમાં ચુકવણી, 5 હજારનો દંડ દરેક અરજદારને ચૂકવવા આદેશ

નિવૃત્ત પ્રોફેસરોને હાઈકોર્ટના આદેશ છતાં સાતમા પગાર પંચ મુજબ પેન્શન ન ચૂકવતાં હાઈકોર્ટમાં કન્ટેમ્પટ પિટિશન કરાઈ હતી, જેમાં હાઈકોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢીને પ્રોફેસરોને વર્ષ 2006થી 6 ટકા વ્યાજ સાથે 6 સપ્તાહમાં સાતમા પગારપંચ મુજબ પેન્શન ચૂકવવા આદેશ કર્યો છે. સાથે સરકારને દંડપેટે દરેક અરજદારોને 5 હજાર રૂપિયા આપવા આદેશ કર્યો છે.

અખિલ ગુજરાત યુનિવર્સિટી એન્ડ કોલેજ પેન્શનર સમાજે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદાર તરફથી સિનિયર એડવોકેટ સુરેશ શેલતે રજૂઆત કરી હતી કે, હાઈકોર્ટમાં આવેલા અરજદારો 1 જૂન, 2006 પહેલા લેક્ચરર તરીકે નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ સરકારે વર્ષ-2009માં ઠરાવ બહાર પાડ્યો હતો, જેમાં રિવિઝન પેન્શન, ફેમિલી પેન્શન વગેરેમાં ફેરફાર કર્યા હતા. સિલેક્શન ગ્રેડ અને સિનિયર ગ્રેડ લઘુતમ સ્કેલની ગણતરી કરાઈ હતી, જેના કારણે અરજદાર લેક્ચરરને છઠ્ઠા અને સાતમા પગારપંચનો લાભ અપાયો ન હતો.

હાઈકોર્ટે અગાઉ નિવૃત્ત લેક્ચરર અને પ્રોફેસરોને 6 ટકા વ્યાજ સાથે પેન્શન ચૂકવવા આદેશ કર્યો હતો, પરંતુ આદેશ છતાં સરકારે પાલન ન કરતા હાઈકોર્ટમાં કન્ટેમ્પટ પિટિશન દાખલ કરાઈ હતી. સરકારે દલીલ કરી હતી કે, સાતમા પગારપંચનો લાભ આપવાથી સરકારની તિજોરી પર મોટો બોજો પડશે. હાઈકોર્ટે ચુકાદામાં ટાંક્યું છે કે, અરજદારો વચ્ચે ભેદભાવ રાખવો એ બંધારણના મૂળભૂત અધિકારોનો ભંગ છે.

અન્ય સમાચારો પણ છે...