તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક કાર્યવાહી:FRCને મોકલેલ દરખાસ્ત કરતા વધુ ફી લેનાર શાળાઓ સામે કાર્યવાહી કરવા DEO દ્વારા આદેશ કરાયો

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર બાદ અમદાવાદ DEO દ્વારા ફી અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે

જામનગર DEO દ્વારા FRC કરતા વધુ ફી ના લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે જે બાદ અન્ય DEO પણ હરકતમાં આવ્યા છે. અમદાવાદ DEOએ પણ FRC કરતા વધુ ફી ના લેવા આદેશ કર્યો છે. FRC કરતા વધુ ફી લેવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે પરંતુ સ્કૂલોએ FRCને દરખાસ્ત મોકલી હશે તો તેટલી ફી લઇ શકશે તેવી DEO દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

FRC દ્વારા મંજૂરી મળ્યાં બાદ જ વધુ ફી લઇ શકાશે
જામનગર DEO દ્વારા તમામ ખાનગી સ્કૂલોને FRC કરતા વધુ ફી ના લેવા માટે આદેશ કર્યો છે. ઉપરાંત FRCને સ્કૂલોએ ફી વધારવા માટે દરખાસ્ત મોકલી હોય તો દરખાસ્ત પ્રમાણેની ફી પણ ના લઇ શકાય, FRC દ્વારા દરખાસ્ત મંજુર કરવામાં આવે તે બાદ જ વધુ ફી લઇ શકાશે. જામનગર બાદ અમદાવાદ DEO દ્વારા ફી અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. FRC અને FRCને મોકલેલ દરખાસ્ત જેટલી ફી લઇ શકાશે.

ખાનગી શાળાઓએ FRCને દરખાસ્ત મોકલી
અમદાવાદ ગ્રામ્ય DEO આર.આર.વ્યાસે જણાવ્યું હતું કે, ખાનગી શાળાઓએ FRCને દરખાસ્ત મોકલી છે. FRC દ્વારા દરખાસ્તને હજુ મંજુરી આપવામાં આવી નથી. અત્યારે કોઈ સ્કૂલ દરખાસ્ત કરતા વધુ ફી લેશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી વધુ ફી લેવાની કોઈ ફરિયાદ મળી નથી. દરખાસ્ત મુજબ ફી લેવામાં આવે અને દરખાસ્ત મંજુરના થાય તો વધુ લેવાયેલી ફી સરભર કરી આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...