તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો:ગ્રાહક પાસેથી વસૂલેલા ટ્રાન્સફોર્મર સહિત અન્ય વધારાના ચાર્જની રકમ 1 મહિનામાં પરત કરવા વીજ કંપનીઓને આદેશ

અમદાવાદએક મહિનો પહેલા
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • આદેશ બાદ 2011થી 2014 સુધીમાં વધુ ચાર્જ વસૂલાયાની ગ્રાહક ફરિયાદ કરશે તો ચાર્જ પરત કરાશે
  • નવા કનેક્શન માટે વધુ રકમ વસૂલતા ગ્રાહકે કરી હતી ફરિયાદ

ગુજરાતની વીજ કંપનીઓ દ્વારા ટ્રાન્સફોર્મર તેમજ અન્ય વધારાના ચાર્જીસ વસૂલવા અંગે હાઇકોર્ટે ગ્રાહકોના હિતમાં એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. જર્ક દ્વારા નિયત ચાર્જથી વધુ વસૂલાયેલા રૂપિયા અંગે હાઇકોર્ટે 1 મહિનામાં વધારાની રકમ અરજદારોને પરત કરવા હુકમ કર્યો છે. હાઇકોર્ટના આ આદેશ બાદ 2011થી 2014 સુધીમાં જે વીજ ગ્રાહકો પાસેથી વીજ કંપનીઓએ વધારાનો ચાર્જ વસૂલ્યો હશે અને ગ્રાહક ફરિયાદ કરશે તો એ ચાર્જ પરત કરવો પડશે.

વીજકંપનીના લાખો ઉપભોક્તાઓને રાહત મળી
વીજ કંપની સાથે સંકળાયેલા ગ્રાહકો માટે ગુજરાત હાઇકોર્ટે રાહતનો નિર્ણય કર્યો છે. ગુજરાતની વીજ કંપનીઓ મામલે હાઇકોર્ટના ચૂકાદાથી લાખો વીજગ્રાહકોને રાહત મળશે. કંપની દ્વારા ટ્રાન્સફોર્મર તેમજ અન્ય વધારાના ચાર્જિસ વસુલતી હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીને પગલે કોર્ટે આ હુકમ કર્યો છે. વીજકંપની જર્ક દ્વારા નિયત ચાર્જથી વધુ રૂપિયા વસૂલતી હોવાની ફરિયાદ ગ્રાહક દ્વારા કરવામાં આવી હતી, જે અંગે હાઈકોર્ટે આ હુકમ આપ્યો છે.

નવા કનેક્શન માટે વધુ રકમ વસૂલાતા ગ્રાહકે કરી હતી ફરિયાદ
નવા કનેક્શન માટે વધુ રકમ વસુલતા મામલો કન્ઝ્યુમર કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં ચૂકાદો વીજ કંપનીઓની તરફેણમાં આવ્યો હતો, ત્યાર પછી ઇલેક્ટ્રીસિટી ઓમ્બડ્સમેનમાં ચુકાદો વીજ ગ્રાહકોની તરફેણમાં આવ્યો. જે પછી વીજ કંપનીઓએ હાઇકોર્ટમાં અરજી કરી, અને હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા ઇલેક્ટ્રીસિટી ઓમ્બડ્સમેનના ચૂકાદાને રદ કર્યો હતો. જે પછી વીજ ગ્રાહકોએ હાઇકોર્ટમાં ચૂકાદાને પડકાર્યો અને ડબલ બેન્ચ દ્વારા સિંગલ જજના ચૂકાદાને રદ્દ કરીને વીજ કંપનીઓને વધારાની લીધેલી રકમ પરત કરવાનો મહત્વનો હુકમ કર્યો છે.

4 અઠવાડિયામાં અરજદારોને વધારાની રકમ પરત કરવાનો આદેશ
હાઇકોર્ટ દ્વારા આવી 20થી વધુ અરજીઓની સાથે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે આદેશ આપતા જણાવ્યું હતું કે, વીજ કંપનીઓ પાસે ટ્રાન્સફોર્મર સહિતના અન્ય વધારાના ચાર્જ વસૂલવાનો અધિકાર નથી. અરજદારોને 4 અઠવાડીયામાં લીધેલી વધારાની રકમ પરત કરવામાં આવે. હાઇકોર્ટના આ આદેશ બાદ 2011થી 2014 સુધીમાં જે વીજ ગ્રાહકો પાસેથી કંપનીઓએ વધારાનો ચાર્જ વસૂલ્યો હશે અને ગ્રાહકો ફરિયાદ કરશે તો એ ચાર્જ પાછો આપવો પડશે.