તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMC એક્શનમાં:​​​​​​​કોરોનાના કારણે અમદાવાદમાં બે વર્ષથી ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી બાકી રહેલા કામો 30 જૂન પહેલાં શરૂ કરી દેવા આદેશ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AMCના પ્લાનિંગ વિભાગ દ્વારા પરિપત્ર કરી તમામ વિભાગને જાણ કરવામાં આવી
  • વહીવટી મંજૂરી મેળવી અને કામ પૂર્ણ કરી તમામ ચુકવણી 31 જુલાઈ પહેલા કરવા જણાવ્યું

કોરોના મહામારીના કારણે વર્ષ 2019થી શહેરમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી થતા વિકાસના કામો અટકી પડ્યા છે. કોરોનાનો કહેર હવે ઓછો થતા શહેરમાં ફરી કામો શરૂ કરી ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનિંગ ખાતા દ્વારા તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે. વર્ષ 2018-19 અને વર્ષ 2019-20ના ધારાસભ્યોની ગ્રાન્ટના તમામ કામોની વહીવટી મંજૂરી બાકી હોય અથવા કામો બાકી હોય તો 31 જુલાઈ 2021 સુધીમાં પૂરા કરી ચુકવણી કરવા આદેશ આપ્યો છે.

અમદાવાદ શહેરમાં 14 વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યોએ સૂચવેલા વિકાસ કામોની વહીવટી મંજૂરી બાકી હોય તો પૂર્ણ કરવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ વિભાગને કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2018-19 અને વર્ષ 2019-20માં ફાળવવામાં આવેલી ગ્રાન્ટ હેઠળ કામો શરૂ કરવાની મુદત 30 જૂન 2021 છે જ્યારે કામો પૂર્ણ કરી પેમેન્ટ કરવાની મુદત તા.31 જુલાઈ 2021 છે. આ અંગે સરકારે અગાઉ પરિપત્ર કરી જાણ કરી છે છતાં કામો બાકી રહ્યા છે જેથી 14 વિધાનસભા વિસ્તારમાં વહીવટી મંજૂરી સંબધિત અમલીકરણ વિભાગમાંથી આપવાની મંજૂરી બાકી હોય તો મંજૂરી આપી 30 જૂન પહેલા કામો શરૂ કરવા જણાવ્યું છે.

31 જુલાઈ સુધી કામો પૂર્ણ કરી દેવાના આદેશ
4 વિધાનસભા વિસ્તારમાં જરૂરી પ્રમાણપત્ર બનાવી જરૂરી ઓથોરિટીમાં મોકલવી, વહીવટી મંજૂરી મળી હોય તો 30 જૂન પહેલા કામ શરૂ કરવા અને 31 જુલાઈ સુધી કામો પૂર્ણ કરી, પેમેન્ટ કરી અને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવા આદેશ કર્યો છે. તમામ કામોમાં મુદત વધારો મળશે નહીં તેવું પણ કહી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...