તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DEOનો પરિપત્ર:સ્કૂલોને ફરજિયાત યુડાયસ નંબર તૈયાર કરવા આદેશ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોગસ વિદ્યાર્થીઓને અપાતો પ્રવેશ અટકાવવા યુડાયસ પદ્ધતિ અમલમાં

સ્કૂલોમાં બોગસ વિદ્યાર્થીઓને રોકવા માટે ફરજિયાત તમામ વિદ્યાર્થીઓને યુડાયસ નંબર તૈયાર કરવા આદેશ અપાયો છે. જો સ્કૂલો વિદ્યાર્થીઓના યુડાયસ નંબર માટે બેદરકારી રાખશે તો સ્કૂલની માન્યતા રદ્દ કરવા સુધી પગલા લેવાઇ શકે છે. ડીઇઓ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરીને કડક સૂચના અપાઇ છે.

એક વિદ્યાર્થી એક કરતા વધુ સ્કૂલમાં એડમિશન લેનારા વિદ્યાર્થી તરીકે ન દર્શાવી શકે તે માટે સરકાર દ્વારા યુડાયસની પ્રક્રિયા શરૂ કરાઇ હતી, પરંતુ આ વર્ષે પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા સ્કૂલો વર્ગ ખંડ ઘટવાના ડરે વિદ્યાર્થીઓની સાચી સંખ્યા દર્શાવતી ન હોવાની શક્યતા હતી. જો સ્કૂલ કોઇપણ એક વિદ્યાર્થીનો યુડાયસ નંબર તૈયાર કરશે, તો તે વિદ્યાર્થીને અન્ય બીજી કોઇપણ સ્કૂલ પોતાનો વિદ્યાર્થી દર્શાવી શકશે નહીં. તેથી જ શહેર ડીઇઓ દ્વારા તમામ સ્કૂલોને પોતાના નવા વિદ્યાર્થીઓના ફરજિયાત યુડાયસ નંબર તૈયાર કરવાની સૂચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...