• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Order To Release Medical And Paramedical Staff Of More Than 1100 Health Departments Of Ahmedabad Municipal Corporation With Immediate Effect.

કોન્ટ્રાકટ બેઝ સ્ટાફને ઘરભેગા કર્યા:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1100થી વધુ હેલ્થ વિભાગના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને તાત્કાલિક અસરથી છુટા કરવાનો આદેશ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • રાજ્ય સરકારના પરિપત્ર મુજબ કોરોનાની અસર ઓછી થતાં મેડિકલ અને પેરામેડિકલ અને વર્ગ-4 કર્મચારીઓને છૂટા કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં કોરોના મહામારી દરમિયાન કોન્ટ્રાકટ બેઝ પર નિમવામાં આવેલા અંદાજે 1100થી વધુ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને તાત્કાલિક અસરથી છુટા કરવાનો આદેશ AMCના આરોગ્ય વિભાગના વડા દ્વારા કરવામાં આવ્યો છે. તમામ મેડિકલ-પેરામેડિકલ અને વર્ગ 4ના સ્ટાફને વોટ્સએપ મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે કે આવતીકાલ 1 ડિસેમ્બરથી ફરજ પર મુક્ત કરવામાં આવે છે. કોરોનામાં ઘરે ઘરે કેસના સર્વે, વેક્સિનેશન સહિતની કામગીરી કરનાર તમામ કોન્ટ્રાકટ બેઝ સ્ટાફને દૂર કરવામાં આવતા કર્મચારીઓ દ્વારા આરોગ્ય ભવન આવતીકાલે બુધવારે રજૂઆત કરવામાં આવશે.

કોરોના મહામારી દરમ્યાન આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ઓફિસર તથા પેરા મેડિકલ સ્ટાફની મોહલ્લા ક્લિનિક, કોરોના સ્ટાફ, ડોક્ટર મિત્ર યોજના અંતર્ગત સ્ટાફની નિમણુક કરી હતી. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ હાલમાં કોરોનાની અસરમાં ઓછી થઈ છે તથા રાજ્ય હેઠળ કાર્યરત આરોગ્ય વ્યવસ્થા દ્વારા હાલની પરિસ્થિતિ પ્રમાણે આરોગ્ય વિષયક સેવાઓ સુચારું રીતે નિયમિત થઈ શકે તેમ હોવાથી કોરોના અંતર્ગત નિમણુંક આપેલા મેડિકલ અને પેરામેડિકલ અને વર્ગ-4 કર્મચારીઓને છૂટા કરવા જણાવવામાં આવ્યું છે. જેના અનુસંધાને કોરોના મહામારી અંતર્ગત કોન્ટ્રાકટ આધારિત ડૉક્ટર મિત્ર અને અર્બન ક્લિનિકના મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફને 30 નવેમ્બરના રોજ ઓફીસ સમય બાદ છુટા કરવા આદેશ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...