તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફી નિયમન:JG ઇન્ટરનેશનલ સ્કૂલે વધુ વસૂલેલી 3.17 લાખ ફી વાલીને પરત કરવાનો આદેશ

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ફી કમિટીએ સ્કૂલને 15 દિવસની મુદત આપી, પગલાંની ચેતવણી
 • ધો.11-12ની ફી 5.99 લાખ હતી પણ સ્કૂલે 9.16 લાખ લીધા હતા

સોલા રોડ પર આવેલી જે.જી ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીએ બાળકનો અભ્યાસ પૂરો થયા બાદ એફઆરસીમાં ફરિયાદ કરી હતી કે સ્કૂલે એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધુ વસુલી છે. વાલીએ એફઆરસીને જણાવ્યું હતું કે ધો.11-12 સાયન્સ માટે સ્કૂલને 12 લાખ ચુકવ્યા છે, પરંતુ ઓર્ડર પ્રમાણે વાલીએ 9.16 લાખ ચુકવ્યા હોવાનું સાબિત થયું હતું, વધારાની રકમના કોઇ દસ્તાવેજ કમિટીને મળ્યા નથી. એફઆરસીએ સ્કૂલને આદેશ આપ્યો હતો કે વધુ વસુલેલી 3.17 લાખ ફી 15 દિવસમાં વાલીને પરત ન થાય તો સ્કૂલે 12 ટકા વ્યાજ આપવું પડશે.

વાલીએ એફઆરસીમાં ફરિયાદ કરી હતી કે, તેમની દિકરી ધો.11 અને 12માં 2017-18 અને 2018-19માં અભ્યાસ કરતી હતી. તે સમયે સ્કૂલની ફી 2.42 લાખ અને 2.54 લાખ હતી. સ્કૂલે બે વર્ષ માટે 12 લાખ ફી વસુલી હતી. સ્કૂલે એફઆરસી સામે રજુઆત કરી હતી કે ફરિયાદીએ 9.16 લાખ ફી આપી હતી.

આદેશનું પાલન ન થાય તો 5 લાખ દંડ થઈ શકે
ઓર્ડરમાં કમિટીએ જણાવ્યું છે કે સ્કૂલના પાસ થયેલા ઓર્ડર પ્રમાણે 5.99 લાખ રૂપિયા ફી નક્કી થયેલી છે. હિસાબો જોતા વાલીએ 9.16 લાખ સ્કૂલને આપ્યા છે. જેથી સ્કૂલે વધારાની રકમ પરત કરવા આદેશ કરાયો હતો. જો સ્કૂલ ફી પરત ન કરે તો પાંચ લાખ દંડ અને એફઆરસીએ નક્કી કરે તે વર્ષની ફીની ડબલ રકમ વાલીને પરત કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો