હાઈકોર્ટની સૂચના:સરકારી આયુર્વેદિક ડોક્ટરોને બાકી લાભ ચૂકવવાનો આદેશ, 3 મહિનામાં અમલનો આદેશ

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • 2004થી 2009 સુધી ફરજ બજાવનારને લાગુ

રાજ્યભરમાં આયુર્વેદિક ડિગ્રીધારક મેડિકલ ઓફિસરોએ (વર્ગ-2)જેમણે સરકારી હોસ્પિટલોમાં વર્ષ 2004 થી 2009 સુધી ફરજ બજાવી છે તેમને બાકી નીકળતા નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ અને અન્ય લાભો ચૂકવી દેવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. તમામ બાકી લેણા 3 મહિનામાં ચૂકવી દેવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.

આયુર્વેદિક તબીબો (મેડિકલ ઓફિસર)એ હાઇકોર્ટમાં સરકારના પરિપત્રને પડકાર્યો છે. તેમાં રજૂઆત કરી હતી કે, તેઓ સરકારી અધિકારી તરીકે નિયુકત થયા છે. સરકારે1 જૂન 2005ના રોજ પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં મોંઘવારી ભથ્થાની ગણતરી ખોટી રીતે કરી છે. તેમને સરકારી અધિકારી નહીં માનીને નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ સહિતના લાભો આપ્યા નથી.

કોર્ટે ટકોર કરી હતી કે, દરેક કર્મચારીની નોકરીના વર્ષોની ગણતરી અલગ કરો તેમા બેઝિક પેનો સમાવેશ કરવાનો રહેશે. સરકારે તેમને બેઝિક પે ની ગણતરી કર્યા વગર એલાઉન્સ આપ્યા છે તે અન્યાયી છે.

અન્ય સમાચારો પણ છે...