અમદાવાદ:ગુજરી બજારમાં હૈયેહૈયુ દળાય તેવી ભીડ થતાં કોરોના ન જાય ત્યાં સુધી બજાર બંધ રાખવા આદેશ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એલિસબ્રિજના છેડે દર રવિવારે પરંપરાગત ભરાતાં ગુજરી બજારમાં હૈયેહૈયું દળાય તેવી ભીડ એકઠી થતાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો સરેઆમ ભંગ થયો હતો.

જોકે મ્યુનિ.ને જાણ થતાં તાત્કાલિક મ્યુનિ. અને પોલીસના અધિકારીઓ દોડી ગયા હતા અને ગુજરી બજાર ખાલી કરાવ્યું હતું. અંદાજે 1200થી વધુ વેપારીઓ અહીં ભેગા થયા હતા. તમામને મૌખિક રીતે આ પ્રકારે ધંધો નહીં કરવા ચેતવણી આપવામાં આવી હતી. બીજી તરફ જ્યાં સુધી કોરોના ન જાય ત્યાં સુધી અનિશ્ચિત મુદ્દત માટે બજાર બંધ રાખવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...