• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Order To Investigate And Submit Report To The Board Of Education Against Nirman High School, Which Runs 2 Boards In A School In Ahmedabad

તપાસના આદેશ:અમદાવાદની એક સ્કૂલમાં 2 બોર્ડ ચલાવતી નિર્માણ હાઈસ્કૂલ સામે શિક્ષણ બોર્ડને તપાસ કરીને અહેવાલ સોંપવા આદેશ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વસ્ત્રાપુરની નિર્માણ હાઈસ્કૂલમાં એક જ સ્કૂલમાં 2 બોર્ડ ચાલતા હોવાની ફરિયાદ કરાઈ હતી
  • શિક્ષણ વિભાગે બોર્ડને તપાસ કરીને કાર્યવાહી કરીને અહેવાલ મોકલવા આદેશ કર્યો

નિર્માણ હાઈસ્કૂલની બંને બ્રાન્ચ અંગે અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEOને NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જે અંગે તપાસ ચાલી રહી છે. સાથે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. જે અંગે શિક્ષણ વિભાગે બોર્ડને તપાસ કરીને કાર્યવાહી કરીને અહેવાલ મોકલવા આદેશ કર્યો છે.

વસ્ત્રાપુરની નિર્માણ હાઈસ્કૂલમાં એક જ સ્કૂલમાં 2 બોર્ડ ચાલતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી, જે મામલે DEO કચેરી દ્વારા તપાસ ચાલી રહી છે. ત્યારે શિક્ષણ વિભાગમાં કરેલી અરજીનો પણ જવાબ આવ્યો છે. જેમાં આ મામલે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. જોકે ફરિયાદમાં સ્કૂલની માન્યતા રદ કરવા પણ માંગણી કરવામાં આવી છે.

DEO હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું હતું કે, સ્કૂલ સામે અરજી મળી હતી તે મામલે કાર્યવાહી ચાલુ જ છે. અમે સ્કૂલ પાસે પણ અહેવાલ માંગ્યો છે. સ્કૂલ તરફથી અહેવાલ મળે તેની રાહ જોવાઇ રહી છે. સ્કૂલ અમને જે અહેવાલ આપશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...