શહેરના અલગ-અલગ ઝોનમાં પાણીનું કનેક્શન મેળવવા માટે એક સમાન નીતિ બનાવવા મ્યુનિ. દ્વારા કરાયેલા ઠરાવને બોર્ડમાં પણ બહાલી મળ્યા બાદ તેનો સત્વરે અમલ કરવા માટે વોટર સપ્લાય કમિટીમાં નિર્દેશ અપાયા છે, જેમાં અલગ અલગ ઝોનમાં પાણીનું કનેક્શન લેવાના દરો સમાન કરવામાં આવ્યા છે.
વોટર સપ્લાય કમિટી દ્વારા પાણીના સપ્લાય સમયે આસિ. એન્જિનિયર કક્ષાના અધિકારીઓએ તેમના વોર્ડમાં હાજરી ફરજીયાત કરાઈ છે. જે માટે અગાઉ 311 જેવી એપ્લિકેશન બનાવવામાં આવી હતી તેને ફરીથી કાર્યરત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી અધિકારીઓનું સતત લોકેશન મળી રહે. ઉપરાંત સ્ટ્રેગરિંગ દરમિયાન શહેરમાં કેટલું પાણી આપવામાં આવે છે, તેની પણ વિગતો કમિટી દ્વારા માગવામાં આવી છે. સરદાર આવાસ યોજનાના મકાનોમાં પાણી આપવાની કામગીરી હાલ પૂર્ણ કરાઇ છે, જેથી આગામી દિવસોમાં ત્યાં બાકીનું કામ હાથ ધરાશે.
પશ્ચિમ વિસ્તારને પાણીનો જથ્થો આપવા કામ ચાલુ
કોતરપુરથી ચાંદખેડા સુધી પાણીની લાઇન નાંખીને પાણીનો જથ્થો પશ્ચિમ અમદાવાદને પણ મળે તે માટેની વ્યવસ્થા કરવા 8.75 કિ.મી.ની લાઇન પાથરવાની હતી, જેમાં 3.50 કિ.મી.ની લાઇન નાંખવાનું કામ પૂર્ણ થયું છે. નદીમાં 9 પાઇપબ્રિજ પોલ બની ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.