શાળા સંચાલકોમાં રોષ:ખાનગી સ્કૂલોમાં ગેરલાયક શિક્ષકોને છુટા કરવાનો આદેશ, સંચાલકોએ કહ્યું, 'સરકાર નોકરી આપતી નથી, સ્કૂલો આપે તે પણ છીનવી લેવી છે'

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્લાસમાં શિક્ષક અને વિદ્યાર્થીઓની પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
ક્લાસમાં શિક્ષક અને વિદ્યાર્થીઓની પ્રતિકાત્મક તસવીર
  • DEO દ્વારા સ્કૂલ સંચાલકો પાસે ગેરલાયક શિક્ષકો અંગે વિગત માગવામાં આવી

શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી સ્કૂલોમાં ગેરલાયક શિક્ષકોને છુટા કરવા આદેશ કરવામાં આવ્યો હતો, જેને લઈને તમામ DEO દ્વારા સ્કૂલના સંચાલકો પાસે વિગત માગવામાં આવી હતી. આ નિર્ણયને લઈને સ્કૂલના સંચાલક મંડળમાં રોષ જોવા મળ્યો છે. સંચાલકોનું કહેવું છે કે સરકાર નોકરી આપતી નથી અને સ્કૂલ નોકરી આપે તે નોકરી પણ છીનવી લેવી છે. સરકારે આ પ્રકારેનો નિર્ણય ના કરવો જોઈએ.

વિધાનસભામાં લાયકાત વિનાના શિક્ષકો વિશે સવાલ પૂછાયો હતો
રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભામાં કોઈએ આ સવાલ કર્યો હતો કે ખાનગી સ્કૂલોમાં લાયકાત વિનાના શિક્ષકો છે. જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા લાયકાત વિનાના શિક્ષકોને છુટા કરવા આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના આદેશને લઈને તમામ DEO દ્વારા ખાનગી સ્કૂલોન સંચાલક પાસે સ્કૂલના શિક્ષકોનું લિસ્ટ મંગવામાં આવ્યું છે. હવે ખાનગી સ્કૂલોમાં શિક્ષકો કેટલાક વર્ષોથી ભણાવવા આવે છે. શિક્ષકોનું ગુજરાન પણ સ્કૂલના આધારે ચાલે છે.

રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલની તસવીર
રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલની તસવીર

'નિયમ મુજબ સ્કૂલમાં 20 ટકા અનટ્રેઇન શિક્ષકો રાખી શકાય'
તેમણે વધુમાં કહ્યું કે, સરકાર રોજગારી આપતી નથી, હવે સ્કૂલો રોજગારી આપે છે તો સરકાર કેમ નોકરી ખાવા પ્રયાસ કરી રહી છે. ધારાધોરણ મુજબ સ્કૂલમાં 20 ટકા શિક્ષકો અનટ્રેઇન રાખી શકાય છે. કોઈ ભણેલી હોશિંયાર, વિધવા કે જરૂરિયાતમંદને નોકરી સ્કૂલ દ્વારા આપવામાં આવે છે તો તેમાં ખોટું શું છે. ખાનગી સ્કૂલોને પોતાના સારા શિક્ષણની ચિંતા હોય જ છે. વિધાનસભાના એક સવાલને કારણે શિક્ષકોને છુટા કરવા યોગ્ય નથી. તમે નોકરી આપવા સક્ષમ નથી તો નોકરી શા માટે લેવા માંગો છો.

અન્ય સમાચારો પણ છે...