શાહીબાગની સ્કૂલ સામે કાર્યવાહી:ફરજમાં બેદરકારી બદલ શિક્ષકોનો એક દિવસનો પગાર કાપવા આદેશ, શાહીબાગની હિન્દી સ્કૂલમાં શાસનાધિકારીની તપાસ

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એકમ કસોટીના પેપર તપાસમાં પણ શિક્ષકોએ ભૂલો રાખી હતી

શાહીબાગની હિન્દી સ્કૂલ નં-1માં સ્વચ્છતાનો અભાવ, વીજળીના વપરાશ પ્રત્યે બેદરકારી, એકમ કસોટીના પેપરની યોગ્ય તપાસ ન કરવા માટે સ્કૂલના તમામ શિક્ષકોનો એક દિવસનો પગાર કાપવાનો શાસનાધિકારીએ આદેશ કર્યો છે. આ આદેશ સાથે જ તમામ સ્કૂલોના આચાર્ય અને શિક્ષકોને તમામ દસ્તાવેજો અને સ્કૂલની વસ્તુ સાચવવા સૂચના અપાઈ છે.

શહેરની સરકારી સ્કૂલોમાં શિક્ષણકાર્ય અને સ્વચ્છતાને લઇને વારંવાર ફરિયાદો થતી રહે છે. પરંતુ આ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે જ સ્કૂલોને સૂચના અપાઇ હતી કે, આચાર્યો અને શિક્ષકોએ સ્કૂલની સફાઇ પર ખાસ ધ્યાન રાખવું, ઉપરાંત ચોમાસાની સિઝનમાં ઈલેક્ટ્રિક ઉપકરણો સાથે વિદ્યાર્થીઓ સીધા સંપર્કમાં ન આવે અને ઉપકરણોનો બિન જરૂરી ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવા પરિપત્ર કરાયો હતો. શાસનાધિકારી દ્વારા શાહીબાગની હિન્દી માધ્યમ સ્કૂલનું સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. આ ઉપરાંત સ્કૂલનું કાર્ય નક્કી કરેલા સમયપત્રક પ્રમાણે ચાલતું ન હતું.

સ્કૂલમાં સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળ્યો
સ્કૂલની મુલાકાત દરમિયાન લોબીમાં વિદ્યાર્થીઓ ન હોવા છતાં પણ તમામ પંખા ચાલુ હતા, સ્કૂલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. તેથી શાહીબાગની સ્કૂલના તમામ શિક્ષકોનો એક દિવસનો પગાર કાપવાનો આદેશ કર્યો છે. - ડો. એલ.ડી દેસાઇ, શાસનાધિકારી

અન્ય સમાચારો પણ છે...