વિવાદ:PGમાં ભાડે અપાતાં ઘરોનાં પાણી વપરાશ અંગે તપાસનો આદેશ; પશ્ચિમના અનેક વિસ્તારમાં સંખ્યાબંધ પીજી સેન્ટર ધમધમે છે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એક પેઇંગ ગેસ્ટ સેન્ટરમાં રહેતાં 50થી 70 લોકો માટે મોટરથી પાણી ખેંચાતું હોવાથી બીજાને પાણી ન મળતું હોવાની ફરિયાદો

શહેરમાં અનેક વિસ્તારમાં પી.જી. (પેઇંગ ગેસ્ટ) ધમધમી રહ્યા છે. આવી પીજી સેન્ટર દ્વારા મોટી માત્રામાં પાણીનો ઉપયોગ કરવામાં ‌આવે છે. તેને કારણે અન્ય કેટલાક વિસ્તારોમાં પાણીની ખેંચ પડતી હોવાની સમસ્યા વધી રહી છે. ત્યારે આવા પી.જી. સેન્ટરમાં પાણી કઇ રીતે લેવામાં આવે છે તેની તપાસ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

શહેરમાં કેટલાક રહેણાંકના વિસ્તારોમાં પી.જી. સેન્ટર ધમધમે છે. આવા પીજી સેન્ટરમાં એક સાથે 50 થી 60 યુવકો - યુવતીઓ રહેતાં હોય છે. ત્યારે એક જ જગ્યાએ વધારે યુવકો રહેવાને કારણે તેઓ પાણીનો વધારે ઉપયોગ કરે છે. જ્યારે અન્ય નાગરિકોના ભોગે પાણીનો ઓછો જથ્થો આવતો હોય છે. કેટલાક લોકોએ એવી પણ ફરિયાદો કરી છેકે, પી.જી. સેન્ટરો દ્વારા મોટરથી પાણી ખેંચવાને કારણે તેમને પાણી આવતું નથી. આવી અનેક સમસ્યાઓ બાદ મ્યુનિ. વોટર સપ્લાય કમિટિમાં આવા પીજી સેન્ટરનોની તપાસ કરવાં તેમની પાસે પાણીના કેવા જોડાણો છે? તથા આવા સેન્ટરોમાં મોટરથી પાણી ખેંચવામાં આ‌વે છેકે કેમ? તેની પણ તપાસ કરવા માટે અધિકારીઓને આદેશ આપવામાં આ‌વ્યા છે.

નોંધનીય છેકે, શહેરમાં ખાસ કરીને પશ્ચિમના કેટલાક પોશ વિસ્તારોમાં તો ઠેર ઠેર આ‌વા પી.જી. સેન્ટરો ખુલી ગયા છે. ત્યારે તેની યાદી પણ કેટલાક સભ્યો દ્વારા કમિટિમાં મ્યુનિ. અધિકારીઓને સોંપવામાં આવી હતી તથા આવી ફરિયાદો બાબતે યોગ્ય તપાસ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...